Aapnu Gujarat
રમતગમત

ગમે ત્યારે ક્રિકેટને અલવિદા કહી શકે છે યુવરાજ સિંહ

ભારતનાં સૌથી સફળ ક્રિકેટર્સમાંથી એક યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા પર ગંભીરતાથી વિચારી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે યુવરાજે સ્વીકાર કર્યો છે કે હવે તેની ભારત તરફથી રમવાની સંભાવના ઓછી છે. આવામાં પંજાબનો આ ધાકડ ખેલાડી બીસીસીઆઈથી અનુમતિ મળ્યા બાદ ગમે ત્યારે આ રમતને તિલાંજલિ આપી શકે છે.
યુવરાજ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની તરફથી રમ્યો હતો, પરંતુ તેને વધારે તકો આપવામાં આવી નહોતી. કદાચ આ જ કારણ છે કે તે પોતાના ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે.સંન્યાસ બાદ યુવી આઈસીસી દ્વારા મંજૂર કરવામાં આવેલી ટી-૨૦ લીગમાં ફ્રીલાંસ ક્રિકેટર તરીકે રમી શકે છે. આ માટે યુવરાજ સિંહે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવી પડશે. ત્યારબાદ આ ટી-૨૦ લીગમાં રમવાની તેને પરવાનગી મળશે.
૩૭ વર્ષનાં આ ખેલાડીએ આ માટે બીસીસીઆઈ પાસે પરવાનગી માંગી છે. આ દરમિયાન કેટલાક લોકોનું માનવું છે કે જો ઝહીર ખાન અને વિરેન્દ્ર સેહવાગ દુબઈમાં ટી-૨૦ રમી શકે છે તો પછી યુવરાજ સિંહને કેમ અનુમતિ ના મળી શકે?આ મામલે બીસીસીઆઈ સૂત્રએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી સંન્યાસ લેવા વિશે વિચારી રહ્યો છે. તેની બસીસીઆઈથી વાતચીત અને જીટી-૨૦ (કેનેડા), આયરલેન્ડમાં યૂરો ટી-૨૦ સ્લેમ અને હૉલેન્ડમાં રમવા પર વધારે સ્પષ્ટતા માંગવાની આશા છે કેમકે તેણે રજૂઆત કરી છે.” ઇરફાન પઠાણે હાલમાં જ કેરિબિયાઈ પ્રીમિયર લીગનાં ડ્રાફ્ટમાં પોતાનું નામ આપ્યું હતુ, પરંતુ તે અત્યારે પણ પ્રથમ શ્રેણીમાં સક્રિય ખેલાડી છે અને તેણે બીસીસીઆઈ પાસેથી અનુમતિ લીધી છે.બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પરત લેવાનું કહેવામાં આવ્યું. જ્યાં સુધી યુવરાજનો પ્રશ્ન છે તો અમારે નિયમ જોવાનો રહેશે. જો તે પ્રથમ શ્રેણી ક્રિકેટથી સંન્યાસ લે છે તો પણ બીસીસીઆઈનાં અંતર્ગત તે રજીસ્ટર્ડ સક્રિય ટી-૨૦ ખેલાડી બની શકે છે.” તેમણે કહ્યું કે, “ટી-૧૦ને ભલે આઈસીસી પાસેથી અનુમતિ મળી હોય, પરંતુ અત્યારે પણ સ્વીકૃતિ પામેલું ફૉર્મેટ નથી. પરંતુ જ્યારે પણ આ ફૉર્મેટ મોટું થશે તો ક્રિકેટમાંથી સંન્યાસ લીધેલા ખેલાડીઓ વિશે વિચારવામાં આવી શકે છે.”

Related posts

सेरेना ऑकलैंड क्लासिक के क्वार्टर फाइनल में पहुंची

aapnugujarat

एटीपी ग्रासकोर्ट : बबलिक को हराकर जाॅन इसनेर ने जीता खिताब

aapnugujarat

टी-20 WC में धोनी हो सकते हैं टीम का हिस्सा : रवि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1