Aapnu Gujarat
શિક્ષણ

આઈ.આઈ.ટી. ખડગપુરમાં શાનદાર ઉત્સવ ‘સ્પ્રિંગફેસ્ટ-૨૦૨૦’ યોજાશે

‘સ્પ્રિંગફેસ્ટ’એ આઇ.આઇ.ટી. ખડગપુરનો વાર્ષિક સામાજીક અને સાંસ્કૃતિક ઉત્સવ છે. સ્પ્રિંગફેસ્ટએ એશિયાના સૌથી મોટા ઉત્સવોમાંનો એક છે અને બધી રીતે વિધાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. સ્પ્રિંગ ફેસ્ટમાં દેશભરમાંથી ૪૦,૦૦૦ કરતાંય વધુ માણસો પોતાની કલાનું પ્રદર્શન કરવા આવે છે. ભારતની બધી જ મુખ્ય કોલેજોમાંથી ઉત્સાહિત સહભાગીઓ માટે સ્પ્રિંગ ફેસ્ટ આનંદ અને ઉલ્લાસનો ત્રિદિવસીય ઉત્સવ છે. સ્પ્રિંગ ફેસ્ટ-૨૦૨૦ એમની ૬૧મી આવૃત્તિ છે અને ૨૪ થી ૨૬ જાન્યુઆરી-૨૦૨૦ માં આયોજન કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે સ્પ્રિંગફેસ્ટમાં દેશભરના પ્રમુખ પાંચ દેશની ઘટના – ચૌરાહ, એસ.એફ.આઇડલ, શેક-અ-લેગ (એટલે કે સિંગલ નૃત્ય), ટુ ફોર ટેંગો (યુગલ નૃત્ય), અને સફલ (સમુહ નૃત્ય) નાં આયોજન ભારતના ૧૧ શહેરો (દિલ્હી, મુંબઇ, પૂણે, બેંગલોર, હૈદરાબાદ, અમદાવાદ, નાગપુર, પટના, લખનૌ, ચંદીગઢ અને જયપુર) માં થઇ ચુકયું છે. આ વર્ષે બધા જ સ્થળો પર વધારે ભાગીદારીને જોતાં સહભાગીઓમાં ડિસેમ્બરમાં આવનાર વાઇલ્ડ ફાયર(રોક બેંડ હરીફાઇ) માટે પ્રારંભિક ઉત્સાહ ઘણો વધારે છે. એલીમીનેશન સ્પ્રિંગ ફેસ્ટના પાછલા વર્ષની શરૂઆતમાં સ્ટેન્ડ અપ કોમેડી અને કાવ્યપઠનનો આરંભ ભુવનેશ્વર, કલકત્તા અને રાંચીમાં કરવામાં આવ્યો હતો જેને લઇને સહભાગીઓમાં આ વખતે ખુબ જ ઉત્સાહ છે. સ્પ્રિંગ ફેસ્ટમાં ૧૨ અલગ-અલગ શ્રેણીઓમાં ૧૩૦ કરતાંય વધારે પ્રોગ્રામ સામેલ છે જેમની કુલ ઇનામી રાશિ રૂપિયા ૩૫ લાખ છે અને આખા ભારતવર્ષમાંથી સર્વશ્રેષ્ટ અહિં ભાગ લે છે. આ પ્રોગ્રામ પ્રતિયોગિઓની અંદરની કલાને બાહર લાવવા માટે કામિયાબ સાબિત થયો છે અને સર્વશ્રેષ્ટ માટે સાંસ્કૃતિક યુધ્ધ મેદાન છે. વર્ષના સામાજીક તત્વ “સકશ્મઃ ટ્રાંસેડીંગ ધ ટૈબુ” બદલાવના મુદ્દાઓ સાથે નિપટવા અને સૌને માનસિક સમાનતા ને અગ્રતા આપવી, જેવા મુદ્દાઓને સંબોધિત કરવા માટે પાંચથી વધારે શહેરોમાં સામાજીક સંમેલનનું આયોજન કરવામાં આવે છે. “સ્ટાર નાઇટ્‌સ” એ સ્પ્રિંગ ફેસ્ટનું મુખ્ય આકર્ષણ છે. વિશાલ શેખર, ફરહાન અખ્તર, અમિત ત્રિવેદી, શંકર-અહેસાન લોય, પ્રતિક કુહાડ, કેકે, રઘુ દિક્ષિત, પ્રોજેકટ યુફોરિયા, પેંગાગ્રામ, અરમાન મલિક, સચિન-જિગર જેવાં અનેક કલાકારો આ ઉત્સવની શાન વધારી ચુકયા છે. સ્પ્રિંગ ફેસ્ટમાં ડેડ લાય એપ્રિલ, ટેસ્સેરેકટ જેવા આંતરરાષ્ટ્રીય બેંડે દર્શકોમાં ઉત્સાહ ભર્યો છે.

Related posts

IAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે

aapnugujarat

ICSE શાળામાં ધો. ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

aapnugujarat

ગુજરાતની ફી રેગ્યુલેટરીમાં વાલીઓને સમાવવાનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1