Aapnu Gujarat
શિક્ષણ

રાધનપુરની શ્રી બી.જે.ગઢવી કોલેજમાં ‘શિક્ષણમાં કોમ્પ્યુટર’નો વિનિયોગ વિષય પર વિહંગાવલોકન યોજાયું

રાધનપુરની શ્રી બી.જે.ગઢવી બી.એડ. કોલેજમાં ‘‘શિક્ષણમાં કોમ્પ્યુટરનો વિનિયોગ’’ વિષય પર ડૉ. અમરીશ પરીખ દ્વારા દ્વારા વિહંગાવલોકન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ પ્રા. શૈલેષ યોગીએ આવેલ પૂર્વ પ્રાધ્યાપક અને અને વર્તમાન બોરીસણા શાળાના આચાર્ય ડૉ. અમરીશ પરીખનું પુષ્પગુચ્છથી સ્વાગત અને તેમના શિષ્ય પ્રા. દિલીપ પ્રજાપતિએ તેમનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. ડૉ પરીખે શિક્ષકે કમ્પ્યુટર શિક્ષણનો શું ઉપયોગ કરવો તેના વિશે ડેમોસ્ટ્રેશન રજુ કર્યું હતું. આ પ્રસંગે પ્રિ. ડૉ મનીષા વ્યાસે સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી બિરદાવ્યો હતો. સારસ્વત અધ્યાપકો સ્નેહલ કાપડિયા, ભરત પરમાર, ભાવેશ પ્રજાપતિ, સરસ્વતી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલે કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સેમેસ્ટર પદ્ધતિમાં જરૂરી સુધારા કરવાની વિચારણા

aapnugujarat

यूजीसी 30 सितंबर तक कराएं फाइनल ईयर की परीक्षाएं : सुप्रीम कोर्ट

editor

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી નિરવ સેજને બાલશ્રી સન્માન રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

editor

Leave a Comment

UA-96247877-1