Aapnu Gujarat
ગુજરાત

થરાદ પેટાચૂંટણી જીતવા કોંગ્રેસ મેદાને

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. મતદાન તારીખ પણ નજીક આવી રહી છે ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જોકે આ પ્રચારમાં અન્ય વિધાનસભાના કાર્યકરો પણ થરાદ પેટા ચૂંટણીને લઈને થરાદ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોને જીતાડવા માટે પહોંચી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત તરફી મતદાન કરી અને કોંગ્રેસની જીત થાય એ માટે દિયોદર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો થરાદ વિધાનસભા વિસ્તારના ગામડે ગામડે ફરી પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. મોરથલ સીટમાં ઇન્ચાર્જ દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહ રબારી, જિલ્લા પંચાયતના સદસ્ય માંગીલાલ પટેલ કોંગ્રેસના કાર્યકરો સાથે વળાદર, કેશર ગામ, જાડરા, પીલૂડા સહિત ગામોમાં ગ્રામસભા કરી રહ્યા છે અને સાથોસાથ કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરી ચૂંટણીલક્ષી કામગીરીની પણ નિરીક્ષણ કરી રહ્યા છે. વધુમાં જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહ રબારીએ જણાવ્યું હતું કે થરાદ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના ચુંટણી પ્રચારમાં અમો ગામડે ગામડે જઈએ છીએ ત્યારે મતદારો, ગ્રામજનો ,કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત અને આવકાર મળ્યો છે. વધુ માં એ પણ જણાવ્યું હતું કે. કોંગ્રેસ ના ઉમેદવાર અને હેમા કુટુંબની સાદગી લોકો સાથે હળીમળીને રહેવું તથા કોંગ્રેસના યુવા ઉમેદવાર હોવાથી લોકોનાં કાર્ય ઝડપી થશે જ્યારે ભાજપના ઉમેદવાર દ્વારા થરાદ માટે કોઈ ઉત્તમ યોગદાન નથી રહ્યું એટલે ચોક્કસ કોંગ્રેસનો વિજય થશે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

મીઠાની લીઝ લેવા માટે તૈયાર થઇ રહી છે ગાઇડલાઇન

aapnugujarat

વાસણા વાતમ ગોગાપુરા ખાતે પક્ષી ઘર ખુલ્લું મુકાયું

editor

ગુજરાત એનસીપી કાર્યકારીણી વિસર્જન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1