Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એસઓજીએ ગેરકાયદે બંદુક પકડી

સાબરકાંઠા જિલ્લામાં એસઓજી વિભાગના પોલીસ ઇન્સ્પેકટરની તાજેતરમાં બઢતી થઇ ત્યારે સાબરકાંઠા એસ.ઓ.જી. વિભાગના હાલના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ સોલંકી હાજર થતાંની સાથે જ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવતા હથિયાર અને દેશી બંદૂક પકડવાની કામગીરી અર્થે જિલ્લાના ઇડર વિભાગમાં એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે વિજયનગર ખાતે સવજીભાઈ ધરમાજી લીંબડ નામના શખ્ખ્‌ના ઘરે લાયસન્સ વગરની બંદૂક હોય તેવી બાતમીને આધારે આરોપીના ઘરને પોલીસે કોર્ડન કરી તપાસ કરતા સવજીનાં ઘરમાંથી એક દેશી બનાવતી ગેરકાયદેસર બંદૂક મળી આવી હતી જેની કિંમત ૨ હજાર હોઈ શકે છે. પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત કરી વિજય નગર પોલીસ સ્ટેશન ખાતે આમ્સૅ એક્સ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

અમદાવાદમાં દલિત દીકરી મનિષાબેનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

editor

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વિવિધ ફંડ રોકાણ માટે માર્ગ ખુલશે

aapnugujarat

હૃદયના ધબકારા થંભાવી દે તેવો મતગણતરી ડ્રામા રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1