Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં દશેરા નિમિત્તે નિયમો નેવે મૂકી ફાફડા – જલેબીનું વેચાણ થયું

સાબરકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ દશેરા પર્વ નિમિત્તે લોકોએ લાખો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગ્યા છે ત્યારે અનેક જગ્યાએ નાના મોટા વેપારી દ્વારા જિલ્લામાં ઠેરઠેર ફાફડા-જલેબીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ફુડ વિભાગના નિયમોને નેવે મૂકી વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવ્યું હતું. ફુડ વિભાગના હિંમતનગરના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં અંદાજે જલેબી અને ફાફડાના સ્ટોર ઉપરથી ૧૫ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે તમામ સેમ્પલ ઉચ્ચ કચેરી ખાતે લેબોરેટરી અર્થે મોકલી આપેલ છે, વધુમાં જણાવ્યું હતું કે તમામ સ્ટોરમાં ફુડ વિભાગ દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી. એકનું એક તેલ વારંવાર વાપરવું નહીં, હેન્ડ ગ્લવઝનો ઉપયોગ કરવો જેવી તમામ સૂચનાઓ આપવામાં આવેલ હોવા છતાં પણ જિલ્લામાં તમામ સ્ટોર ફુડ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરી જિલ્લામાં જલેબી ફાફડાનું ધૂમ વેચાણ થયું છે તેવું જિલ્લામાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં લગભગ ૩૦૦ કરતાં પણ વધારે અલગ-અલગ સ્ટોર અને નાસ્તા હાઉસમાં જલેબી ફાફડાનું વેચાણ થઈ ચૂક્યું છે ત્યારે ફૂડ વિભાગ હિંમતનગર દ્વારા ફક્ત અને ફક્ત ૧૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. ખરેખર હાલ તો જિલ્લામાં ફૂડ વિભાગ હિંમતનગરની કામગીરી નહિવત પ્રમાણમાં જાણી શકાય છે. દિવાળી નજીક હોવાના કારણે જિલ્લામાં મિઠાઇ તથા ફરસાણનું ધૂમ વેચાણ દર વર્ષની જેમ આ વર્ષે પણ થશે. ફૂડ વિભાગ હિંમતનગર ચોક્કસ પ્રમાણમાં કામગીરી કરવામાં નહીં આવે તો લોકોનું આરોગ્ય જોખમાશે તો જવાબદાર કોણ તંત્ર કે પછી આમ જનતા ?
જો ફુલ વિભાગ હિંમતનગર દ્વારા દશેરા પર્વ નિમિત્તે જિલ્લામાંથી ૧૫ જ સેમ્પલ લેવામાં સફળ રહી છે તો દિવાળી નજીક હોવાના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ નાના-મોટા નાસ્તા ગૃહ અને ખાણીપીણીના સ્ટોલ ધૂમ વેચાણ કરશે. જો ફોર વિભાગ કડક પણે કાર્યવાહી નહીં કરે તો લોકોનું આરોગ્ય જોખમાશે હવે જોવું રહ્યું કે ફૂડ વિભાગ હિંમતનગર દ્વારા કેટલા અંશે કામગીરી કરવામાં સફળ રહેશે તે જોવું રહ્યું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ભાજપમાં કોંગ્રેસીઓને નૉ એન્ટ્રીના નિવેદન પર હાર્દિક પટેલનો જવાબ, ‘પાટીલ ઉત્સાહમાં જ નિવેદનો કરે છે’

editor

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોરારીબાપુ દ્વારા શુભેચ્છા  વચન

editor

ડૉ. ગુલાબચંદ પટેલની નારાયણ સ્પેશિયલ એવોર્ડ ૨૦૨૦ માટે પસંદગી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1