Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બજાર વિસ્તારમાં ઠેર ઠેર દબાણો કરાતાં થરા નગરપાલિકા અને થરા પોલીસ સ્ટાફ સાથે રહી દબાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. થરાના દરેક વિસ્તારમાં નાના મોટા દબાણ તાત્કાલિક દુર કરાયા છે પરંતુ પાકા દબાણોકર્તાઓને થરા નગરપાલિકા ચીફ ઑફિસર દ્વારા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો ત્રણ દિવસ માં દબાણ દૂર નહીં કરે તો નગરપાલિકા ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે તેવું નગરપાલિકાનાં ચીફ ઑફિસરે જણાવ્યું છે અને થરામાં લારી, ગલ્લા તેમજ અન્ય દબાણોનાં કારણે ટ્રાફિક સમસ્યા પણ મોટા પાએ ઊભી થઈ છે. દબાણને કારણે લોકોને હેરાન – પરેશાન થવાનો વારો આવે છે. સાથે સાથે જોવાનું એ રહે છે.કે નાના, લારીવાળા, ગલ્લાઓ, તેમજ ફુટપાથ પર ગરીબ વર્ગના લોકોનું તો દબાણ દૂર કરાયું છે. હવે જે પાકી દુકાન કે અન્ય મોટા દબાણો દૂર કરવામાં નગરપાલિકા આંખ આડા કાન તો નહીં કરે અને કોઈ રાજકીય નેતાના કહેવાથી બંધ તો નહીં રાખે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ દબાણ દૂર કરવાની ઝુંબેશમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે થરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એન.પટેલ તથા સમગ્ર થરા પોલીસ સ્ટાફે હાજર રહીને દબાણ દૂર કરાવ્યા હતા.
(તસવીર/અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું થવાની શક્યતા

aapnugujarat

નર્મદા જિલ્લામાં આજથી શરૂ થતી બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન પરીક્ષાકેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ સહિત કેટલાંક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

aapnugujarat

દિનેશ પ્રજાપતિ અને રામ મોકરીયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યાં

editor

Leave a Comment

UA-96247877-1