Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું થવાની શક્યતા

ગાંધીનગર રાજ્યનું સૌથી ગરમ શહેર જોવા મળ્યું છે.ગરમીનો પારો ગાંધીનગરમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે ડિગ્રી તાપમાને જોવા મળ્યો છે ત્યારે બીજી તરફ હવે ફરી એકવાર ખેડૂતોને માવઠાનો માર સહન કરી શકવો પડે છે.સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે.

સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે . હવામાન વિભાગનું માનીએ તો રાજકોટ , જૂનાગઢ , ગીર સોમનાથ , અમરેલી અને દીવમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે . તો ગાંધીનગર , અમદાવાદમાં પણ માવઠાની શક્યતા છે . આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં સુરત , ભરૂચ અને વડોદરામાં માવઠાની આગાહી છે.બીજી તરફ વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે .

આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.જેમાં ગુજરાતમાં મંગળવારે નોંધાયેલી ગરમીની વાત કરીએ તો , અમદાવાદમાં 41.2 ડિગ્રી , અમરેલીમાં 41.4 ડિગ્રી , વડોદરામાં 40. 8 ડિગ્રી , ભાવનગરમાં 38.9 ડિગ્રી , ભૂજમાં 40. 1 ડિગ્રી , ડીસામાં 40. 0 ડિગ્રી , ગાંધીનગર માં 41.8 ડિગ્રી , જૂનાગઢ માં 32.2 ડિગ્રી , કંડલા માં 40.1 ડિગ્રી , પાટણ માં 40 .0 ડિગ્રી , રાજકોટમાં 40 . 9 ડિગ્રી , સુરતમાં 37. 0 ડિગ્રી નોંધાયું હતું . હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.

Related posts

પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં ૧૫ બેઠકો પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત

aapnugujarat

કેતન પટેલ કસ્ટોડિયલ ડેથમાં ત્રણ આરોપીને સાત દિવસના રિમાન્ડ મળ્યા

aapnugujarat

દૂધ-શાક બાદ કઠોળ મોંઘું, તુવેર દાળમાં રૂ. ૨૫ અને અન્ય કઠોળના ભાવ રૂ.૧૦થી ૧૫ વધ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1