Aapnu Gujarat
ગુજરાત

સુરત ના કતારગામ વિસ્તાર ના વાળીનાથ ચોક ખાતે ચોક પર ગૌ માતા ની મૂર્તિ ની સ્થાપના કરી ગાય માતા નું મહત્વ સમજાવવામાં આવ્યું

ગાય માતા ને રાષ્ટ્રીય માતા તરીકે નો.દરજ્જો મળે તે માટે અનેક હિન્દૂ સંગઠન મુહિમ ચલાવી રહ્યાં છે..ગાય માતા ની સેવા માટે અનેક ગૌ શાળા આવેલી છે જેમાં ગાય ની દેખરેખ રાખી તેને ખવડાવવા પીવડાવવા સહિત ની સુવિધા કરવામાં આવે છે..તેમાંય ખાસ કરી ને ગાય કતલખાને ના જાય તે માટે અનેક સંસ્થા કામ કરી રહી છે..હિન્દૂ સંસ્કૃતિ માં કહેવાયું છે કે ગાય મા 33 કરોડ દેવી દેવતાઓ નો વાસ છે.. અને વાત કરવામાં આવે ગાય ના દૂધ ની તો ગાય ના દૂધ માંથી અનેક લાભો થાય છે..અને તેની સાથે ગાય ના ગોબર થકી અને તેના ગૌ મૂત્ર થકી અત્યારે અનેક ઔષધિઓ બનાવવા માં આવી છે જે દરેક રોગ મા ફાયદાકારક નીવડે છે..આ સાથેજ ગાય ના ઘી ની ડિમાન્ડ પણ ખૂબ વધારે રહેલી છે..અને ગાય ના ગોબર અને ગૌ મૂત્ર થકી તમામ રોગો ને દૂર કરી શકાય તેવી દવા બનાવવા માં પણ સફળતા મળી છે જેથી હિન્દૂ સંગઠન દ્વારા ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે મુહિમ ઉઠાવી છે..ત્યારે સુરત ના વાળીનાથ ચોક ખાતે આજરોજ ગાય માતા ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી અને મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું

Related posts

રાહુલ ગાંધી પહેલી નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરશે

aapnugujarat

तीन दिन की यात्रा के लिए राहुल का आज गुजरात में आगमन

aapnugujarat

સુરેન્દ્રનગરમાં મીડિયા વર્કશોપ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1