Aapnu Gujarat
ગુજરાત

આ સરકારી કંપનીને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો, તેમાં શેર 35 રૂપિયાને પાર પહોંચ્યો

*આ રેલ વિકાસ નિગમના શેરના ભાવ*
હાલ રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેરમાં શરૂઆતના વેપારમાં 5 ટકાથી વધુનો વધારો જોવા માં આવ્યો છે. ત્યારે હાલ ઇન્ટ્રાડેમાં NSE પર કંપનીનો શેર 4.08% વધીને રૂ. 35.75 થયો હતો. જો કે MCL એ RVNL ને રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની મહિતી પછી RVNLના શેરમાં વધારો થયો છે. જો કે આ માટે રેલ વિકાસ નિગમ લિ. કોલ ઈન્ડિયાની આ પેટાકંપની મહાનદી કોલફિલ્ડ્સ વચ્ચેના સમજૂતી કરાર થયો છે .

*રેલ વિકાસ નિગમના શેર માં વધારો*
હાલ આ BSE પર રેલ વિકાસ નિગમનો શેર માં અગાઉના રૂ. 34.35ના બંધ સામે 5.09 ટકા વધીને રૂ. 36.10 થયો હતો. અગાઉ, શેર 3.2 ટકાના વધારા સાથે રૂ. 35.45 પર ખુલ્યો હતો. રેલ વિકાસ નિગમનો સ્ટોક 5-દિવસ, 20-દિવસ, 50-દિવસ, 100-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ પર કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. 7,433.10 કરોડ થયું હતું.

*52-સપ્તાહની ઊંચી કિંમત રૂ. 44.75*

હાલ સ્ટોક એક વર્ષમાં 33.08 ટકા વધ્યો છે . જેમાં આ વર્ષની શરૂઆતથી 2.45 ટકા વધારો થયો છે. જેમાં મિડ-કેપ સ્ટોક 25 ઓક્ટોબર, 2021ના રોજ રૂ. 44.75ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 19 એપ્રિલ, 2021ના રોજ રૂ. 26.35ની 52 સપ્તાહની નીચી સપાટી પર રહ્યો છે. આ RVNL એ 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 293.01 કરોડના ચોખ્ખા નફામાં 4.27 ટકા વૃદ્ધિ નોંધાવી છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 281.02 કરોડ હતી.

Related posts

યુવાનોની શક્તિ રાષ્ટ્ર શક્તિ છે : મુખ્યમંત્રી

aapnugujarat

ગુજરાતમાં ૫૦૦૦ બેડની વ્યવસ્થા કરાશે

editor

અમદાવાદને કેન્દ્રની ગ્રાંટ છતા ફ્રી-વાઈફાઈના મુદ્દે નિષ્ફળતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1