Aapnu Gujarat
ગુજરાત

સોખડા હરિધામ વિવાદને લઈને હાઇકોર્ટ ની અંદર બે કલાક જેટલી સુનાવણી ચાલી, તમામ સંતોને કોર્ટે સાંભળ્યા ફરી સુનાવણી શરૂ

હીરિધામ સોખડાની રૂપિયા 10 હજાર કરોડની સંપત્તિનો વિવાદ અંતે હાઇકોર્ટમાં પહોંચયો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ દ્વારા હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ પીટીશન દાખલ કરાઈ છે.

પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી છે. ટ્રસ્ટની 10 હજાર કરોડની મિલકત હડપ કરવાના પ્રયાસનો આક્ષેપ થયો છે. ત્યારે હાઈકોર્ટે આજે તમામ 400થી વધુ સાધુ સંતો અને હરિભક્તોન હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

સોખડા હરિધામ વિવાદને લઈને હાઇકોર્ટ ની અંદર બે કલાક જેટલી સુનાવણી ચાલી હતી ત્યારે પાંચ વાગ્યે ફરીથી સુનાવણી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી ની જાણકારી મળી રહી છે કે, તમામ સંતોને કોર્ટે બે બે જોડી સાંભળ્યા હતા.
એક પછી એક તમામ સંતોના નિવેદનો કોર્ટમાં લેવાયા હતા ત્યારે પાંચ વાગ્યાથી ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી છે. 9:00 કલાસે સવારે પોલીસનો કાફલો પહોંચ્યો આજે સોખડા હરીધામ પહોંચ્યો હતો ત્યાર બાદ કેટલીક કાર્યવાહી કાનૂની ત્રણ કલાક ચાલી હતી ત્યાર બાદ અઢી વાગે હાઇકોર્ટમાં સંતોને ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.ખાસ કરીને હજુ પણ સુનાવણી લંબાઈ શકે તેવી શક્યતા છે.
ગઈ કાલ બાદ આજે હાઈકોર્ટમા અરજી કરાતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો હતો. જેમાં 400 સાધુ-સંતોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મામલે હેબિયર્સ કોપર્સ અરજી દાખલ કરાઈ હતો અને હાઈકોર્ટે આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખી તરત જ સુનાવણી હાથ ધરી છે.તમામ સાધુ-સંતોને જ સાંભળવામાં આવ્યા હતા.

તમામ સંતો એ હાઇકોર્ટના જજ સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી દલીલો જે સાંભળવામાં આવ્યું તે તેને લઈને હાઇકોર્ટ દ્વારા નિર્ણય પણ જલ્દી સંભળાવવામાં આવી શકે છે.

Related posts

હાર્દિક ઉપવાસ : રાહુલ ગાંધી પહોંચે તેવી ચર્ચા

aapnugujarat

બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું

aapnugujarat

સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગના સિક્કા ચોરાયા

editor

Leave a Comment

UA-96247877-1