Aapnu Gujarat
ગુજરાત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને જીઆઇડીસી ખાતે આવેલ જીસીબી કંપનીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને જીઆઇડીસી ખાતે આવેલ જીસીબી કંપનીમાં 650 કરોડના ખર્ચે બનેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું
ગુજરાતના મહેમાન બનેલા યુ. કે.ના વડાપ્રધાન બોરીસ જોન્સન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલી જેસીબી કંપનીની મુલાકાત લીધી હતી. બોરિસ જોન્સને આ પ્રસંગે ભારતમાં જેસીબી કંપનીની નવીનતમ ફેકટરીનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ-અધિકારીઓને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ યુકેના વડાપ્રધાન ની સાથે પ્લાન્ટની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ૧૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ગુજરાતમાં આ ફેકટરીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં વૈશ્વિક ઉત્પાદન એકમો માટે પૂરજાઓનું નિર્માણ કરવામા આવશે. જેનાથી ૧૨૦૦ જેટલી નોકરીની સીધી તકો ઉપલબ્ધ થશે. આ પ્રસંગે કંપનીના સીઈઓ અને એમડીએ આ સમગ્ર પ્રોજેક્ટમાં સુંદર સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૌશલ્યયુક્ત સંસાધનો, કાચા માલની ઉપલબ્ધી અને નજીક ના અંતરે બંદરોની સુવિધા સહિતના પરિબળોના કારણે વડોદરા કંપનીઓ માટે વ્યૂહાત્મક લોકેશન બન્યું છે.

Related posts

વિશ્વ યોગ દિવસની ઉજવણી : જિલ્લાના પ્રત્યેક તાલુકામાં બે જાહેર યોગ શિબિરોનું આયોજન

aapnugujarat

ચૂંટણીલક્ષી પ્રચારના સાધનો-બોર્ડ, જાહેર કે ખાનગી મિલ્કત ઉપર પ્રદર્શિત કરવા માટે માર્ગદર્શક નિયમોનું પાલન કરવા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી નિયંત્રણો લદાયા

aapnugujarat

જિજ્ઞેશ મેવાણી ગૃહમાં એવું તો શું બોલ્યા કે નીતિનભાઈ ઉકળી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1