Aapnu Gujarat
ગુજરાત

જિજ્ઞેશ મેવાણી ગૃહમાં એવું તો શું બોલ્યા કે નીતિનભાઈ ઉકળી ગયા

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી સાથે બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નોતરી દરમિયાન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બુલેટ ટ્રેન અને થાનગઢ ફાયરિંગ મામલે સવાલ પૂછ્યો હતો. ત્યારે ગૃહમાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું. થાનગઢ મામલે સરકારે ગૃહમાં રિપોર્ટ રજૂ કરવા પ્રશ્નોતરીના જવાબમાં નનૈયો ભણ્યો છે. અને એવું કારણ રજૂ કર્યું કે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ રિપોર્ટ સોંપ્યો નથી. જેથી તેને ગૃહમાં રજૂ કરવાનો રહેતો નથી.
તો બુલેટ ટ્રેન મામલે જમીન ફાળવણી ને લઈને પણ ધમાલ થઈ હતી બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા અને જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે આ પ્રોજેકટ પડતો મુકવો જોઈએ ખેડૂતો જમીન આપવા રાજી નથી. ત્યારે નીતિન પટેલે વળતા જવાબમાં કહ્યું હતું કે મેધા પટકરે નર્મદાનો વિરોધ કર્યો હતો તો શું તે પ્રોજેકટ પડતો મુક્યો હોત તો આજ સ્થિતિ શુ હોત.ગુજરાત વિધાનસભામાં જે બુલેટ ટ્રેન જમીન સંપાદનને પ્રશ્નોત્તર કાળ દરમિયાન ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં અપક્ષ ધારાસભ્યએ ખેડૂતોની મંજૂરી વિના જમીન સંપાદન નહીં થાય તેમં કહ્યું હતું અને તેના પર નીતિન પટેલે નર્મદાનો વિરોધ કરનારા મેઘા પાટકરને યાદ કરીને કટાક્ષ કર્યો હતો. અને દેશદ્રોહી ગણાવતા જીગ્નેશ મેવાણીએ આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે નીતિન પટેલે જમીન સંપાદનનો વિરોધ કરનારા તમામ ખેડૂતોની માફી માંગવી જોઈએ અને નીતિન પટેલે રાજીનામું આપવુ જોઈએ.

Related posts

ગુજરાતમાં ૧૮મી ડિસેમ્બર પૂર્વે ચૂંટણી યોજાશે : પંચે સ્પષ્ટતા કરી

aapnugujarat

गुजरात में हर रोज एक हजार लोगों को काट रहे है कुत्ते

aapnugujarat

વિજાપુરમાં 75 માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1