Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીલક્ષી પ્રચારના સાધનો-બોર્ડ, જાહેર કે ખાનગી મિલ્કત ઉપર પ્રદર્શિત કરવા માટે માર્ગદર્શક નિયમોનું પાલન કરવા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી નિયંત્રણો લદાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તરફથી મુકવામાં આવતા વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વગેરે અંગે આચારસંહિતા મુજબ તથા અપાયેલી વિવિધ સુચનાઓ અનુસાર તેને નિયમન કરવાની જરૂરિયાતને લક્ષમાં  લઇ જિલ્લા મેજીસ્ટેટશ્રી આર.એસ. નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્બારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૫ મી ઓક્ટોબર, ૨૦૧૭ થી તા.૨૦ મી ડિસેમ્બર, ૨૦૧૭ સુધી ચૂંટણીલક્ષી ચોપાનીયા, ભીંતચિત્રો, હોર્ડીંગ, બેનર્સ છાપવા/લગાવવા બાબતે નિર્દિષ્ટ નિયમો મુજબનું પાલન કરવા માટે હુકમ કર્યો છે.

તદનુસાર, કોઇપણ વ્યક્તિ, રાજકીય પક્ષો, ઉમેદવારો અન્ય સંગઠનો વ્યક્તિઓ દ્વારા ધ્વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્ય પ્રચારના સાધનો બોર્ડ વગેરે કોઇપણ જાહેર જગ્યાએ તેમજ જાહેર રસ્તા ઉપર મુકી શકાશે નહી. એટલે કે સરકાર, મ્યુનિસીપાલીટી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે હસ્તકની જાહેર જગ્યાએ (આવી જગ્યા કે મિલ્કત ભાડેથી કે કોન્ટ્રાક્ટથી આપી હશે તો પણ) મુકી શકશે નહી. કોઇપણ ખાનગી મિલ્કત ઉપર કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વગેરે જગ્યાના માલિકની પૂર્વ મંજુરી વગર મુકી શકાશે નહી અને તેમાં હોર્ડીંગની સાઇઝ ૧૫X૮ થી વધારે અને કટઆઉટની ઉંચાઇ ૮ ફૂટથી વધારે હોવી જોઇએ નહી. કોઇપણ જાહેરાતના પાટીયા, બેનર વગેરે મુકતા પહેલા તે એંગેની જાણ ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે.

]કોઇપણ વ્યક્તિ, રાજકીય પક્ષો, ઉમેદવારો અન્ય સંગઠનો, વ્યક્તિઓ ચૂંટણી પ્રચાર માટે શાળા અને કોલેજોના મેદાનોમાં કેટલીક શરતોએ રાજકીય મિટીંગો માટે પરવાનગી લઇ ઉપયોગ કરી શકશે અને આવી મિટીંગો સવારના ૬=૦૦ થી રાત્રીના ૧૦=૦૦ વાગ્યા સુધી જ યોજવાની રહેશે. શાળા અને કોલેજોના શૈક્ષણિક સમયપત્રકને કોઇપણ સંજોગોમાં અસર થવી જોઇએ નહી. શાળા/કોલેજોના વ્યવસ્થાપકોનું ના-વાંધા પ્રમાણપત્ર મેળવવું જોઇશે અને શાળા/કોલેજોના વ્યવસ્થાપક મંડળની તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીની મંજુરી મેળવવી ફરજીયાત છે. આવી મંજુરી વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવશે. કોઇપણ રાજકીય પક્ષને આ મેદાનોનો એકહથ્થું ઉપયોગ કરવા દેવામાં આવશે નહી. તમામ પક્ષોને એક સમાન રીતે ઉપયોગ કરવા દેવામાં આવશે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ઉપર મુજબની શરતોનો ભંગ ન થાય તે માટેની કાળજી અને તકેદારી લેવાની રહેશે. આ મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને કોઇપણ જાતના નુકશાન વગર સંબંધિત સંસ્થાને પરત સોંપવુ. જો કોઇ નુકશાન થયુ હોય તો તેના વળતર સાથે પરત સોંપવુ અને આ નુકશાનનું વળતર ચુકવવા માટે સંબંધિત રાજકીય પક્ષ/ઉમેદવાર જવાબદાર રહેશે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે, તેમ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદા–રાજપીપળા તરફથી જણાવાયું છે.  

Related posts

नरेंद्र मोदी 30 नवंबर को फिर आ सकते हैं गुजरात

editor

नारणपुरा में एक ही रात में दो मकान के ताले टूटे

aapnugujarat

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1