Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ગુજરાત પ્રદેશ (મહેસાણા) દ્વારા ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા દિવસરૂપે ઉજવવાના નિર્ધારથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વિનામુલ્યે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષા પટેલ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.પરમાર અને આર.એમ.ઓ. સોની,મહેસાણા જિલ્લા પ્રમુખ દિવ્યકાંતભાઈ, પાટણ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ, મહેસાણા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રીતિબેન, મહેસાણા શહેર પ્રમુખ ઉમેશભાઈ, રાકેશભાઈ, સમતાબેન, મેહુલભાઈ તથા તમામ કાર્યકરોએ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
સ્ત્રી ભૂણ હત્યા, સ્વચ્છતા અભિયાન, મહિલાઓનું શોષણ, બાળમજૂરી, ભૂખમરો, પર્યાવરણ જાળવણી, બેટી બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ વગેરે જેવી સેવાકીય પ્રવૃતિ રાષ્ટ્ર શકિત એકતા મંચ દ્વારા કરવામાં આવી રહી છે.
‘‘શ્રીમદ્‌ ભાગવતમાં શ્રી કૃષ્ણ’’એ કહ્યું છે તે મુજબ ‘‘સારા કર્મો કરતા રહો ફળ આર્પઆપ મળશે, તેને યથાર્થ કરીને રાષ્ટ્ર શકિત એકતા મંચ પહેલ કરે છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

પ્રશાંત કિશોરની ટીમો ખોડલધામ ‘નરેશ’ વિશે સર્વે કરતી હોવાનો ઘટસ્ફોટ

aapnugujarat

डॉक्टरों को ३ साल ग्रामीण क्षेत्र में रहने के पत्र पर स्टे

aapnugujarat

गुजरात : मंदिर सीटों पर किसी का प्रभुत्व नहीं रहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1