Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં પૂરપાટ ઝડપે કાર હંકારતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સીટી ટ્રાફિક પોલીસ શહેરના સહકારી જીન ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા ત્યારે આજરોજ બપોરના સમયમાં શામળાજી તરફથી સફેદ કલરની મારુતિ અલ્ટો જીજે.૧૮.બીએ.૯૫૪૩નો કારચાલક કાર ગફલત ભરી રીતે ચલાવતો હતો, સીટ બેલ્ટ બાંધ્યો ના હોવાને કારણે સીટી ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો પણ ફિલ્મી ઢબે પોલીસના હાથે લાગવામાં અસફળ રહ્યો હતો જ્યારે સીટી ટ્રાફિક પોલીસે આગળના વાહન ચેકિંગ પોઇન્ટ પોલીટેકનીક ચાર રસ્તા ખાતે જાણ કરતાં પોલીસે વાહન ચાલકને પકડી પાડ્યો હતો. હિંમતનગર સીટી ટ્રાફિક પોલીસે એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ રાહદારીઓની જિંદગી જોખમાય અને પુરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવનાર વિરુદ્ધ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ઈ.પી.કો.ક. ૨૭૯ તથા મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ચૂંટણી માટે ૭૬ હજારથી વધુ વીવીપેટ મશીન આપી દેવાયા

aapnugujarat

રાજપથ ક્લબ પાસે ગઠિયાઓ ૩.૬ર રૂપિયા ભરેલો થેલો લઇને ફરાર

aapnugujarat

પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સી.જે. પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1