Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી માટે ૭૬ હજારથી વધુ વીવીપેટ મશીન આપી દેવાયા

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણીઓ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ૭૬ હજારથી વધુ વીવીપેટ મશીન ફાળવવામાં આવ્યા છે. જે પૈકી આશરે ૪૬ હજાર વીવીપેટ મશીન તો બ્રાન્ડ ન્યુ હશે. સાથે સાથે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમ્યાન ૨૦૦૬ પહેલાના ઇવીએમ ઉપયોગમાં લેવાશે નહી એવો પણ કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. એટલે કે, વિધાનસભા ચૂંટણીમાં ૨૦૦૬ પહેલાના ઇવીએમ મતદાન પ્રક્રિયામાં હટાવી લેવાશે. દેશમાં ગોવા પછી ગુજરાત એવું બીજું રાજય બનશે કે, જયાં વિધાનસભા ચૂંટણીઓમાં ઇવીએમ મશીનની સાથે સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સૌપ્રથમવાર  વીવીપેટ મશીનનો ઉપયોગ થવા જઇ રહ્યો છે. ત્યારે સામાન્ય જનતાના મનમાં વીવીપેટ એટલે શું એ સમજવાનો સ્વાભાવિક પ્રશ્ન સર્જાયો છે. વીવીપેટ એટલે વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ- સરળ શબ્દોમાં સમજીએ તો મતદારે પોતાનો જે મત આપ્યો હશે તે વીવીપેટ મશીનમાં એક ચબરખીમાં પ્રિન્ટ થઇ ચોરસ નાના  ખાનામાં દેખાશે. પ્લાસ્ટિકના કાચમાંથી મતદાર પોતાનો મત જોઇ શકે તે માટે સાત સેકન્ડ સુધી આ સ્લીપ(ચબરખી) એમ ને એમ રહેશે અને પછી આ ચબરખી કટ થઇને વીવીપેટ મશીનના ખાનામાં અંદર કટ થઇને આપોઆપ પડશે અને સચવાઇ રહેશે. વીવીપેટ મશીનનો સૌથી મોટો ફાયદો એ છે કે, મતદાર પોતે જોઇ શકશે અને ખરાઇ કરી શકશે કે તેણે કયા પક્ષ અને ઉમેદવારને મત આપ્યો છે. વીવીપેટ મશીનની ચબરખી(સ્લીપ)માં મતદારે જે ઉમેદવારને મત આપ્યો હશે તેનું નામ અને તેના પક્ષનું ચિહ્ન આવી જશે. ગુજરાત રાજયની ૧૮૨વિધાનસભા બેઠકોના ૫૦૧૨૮ પોલીંગ સ્ટેશનો પર આ વખતે સૌપ્રથમવાર વીવીપેટ મશીનનો ઉપયોગ થશે. ચૂંટણી પંચે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જે મતદાનમથકો પર ઇવીએમમાં વિવાદીત સંજોગો ઉભા થશે તો તેવી પરિસ્થિતિમાં વીવીપેટ મશીનની સ્લીપની ગણતરી કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં મતદારોમાં વીવીપેટ મશીન અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી આગામી દિવસોમાં રાજયના દરેક જિલ્લાઓમાં અને ગામેગામ વીવીપેટ મશીનથી સજ્જ ખાસ મોબાઇલ ડેમોન્સ્ટ્રેશન વાન ફરતી કરવામાં આવશે, જેના મારફતે સ્થાનિક લોકોને તેનું ડેમોન્સ્ટ્રેશન કરી સમજાવાશે અને વીવીપેટ મશીન વિશેની જાગૃતિ ફેલાવાશે. (અનુસંધાન નીચેના પાને)

Related posts

सरखेज वोर्ड में ड्रेनेज का पानी लोगों के घर-रास्तों पर

aapnugujarat

પત્નીએ પતિને રંગેહાથ પકડ્યો

aapnugujarat

અમદાવાદમાં યોગ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1