Aapnu Gujarat
બિઝનેસ

રિટેલ ફુગાવો ૩.૨૮ ટકાની સપાટીએ રહેતા મોટી રાહત

શેરબજારમાં કારોબારના અંતે ઓગસ્ટ આઈઆઈપી અને રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુલાઈ આઈઆઈપી અને જુલાઈ સીપીઆઈમાં ક્રમશઃ ૦.૯ ટકા અને ૩.૨૮ ટકાનો સુધારો નોંધાયો છે. વાર્ષિક કન્ઝ્‌યુમર ઇન્ફ્લેશનનો આંકડો એક વર્ષ અગાઉની સરખામણીમાં સુધરી ગયો છે. સરકારી ડેટામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. દેશમાં ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શનનો આંકડો ઓગસ્ટ મહિનામાં ૪.૩ ટકા સુધી પહોંચી ગયો છે જે નવ મહિનાની ઉંચી સપાટી છે.
જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈના દિવસે અમલી કરવામાં આવી હતી. જુલાઈ આઈઆઈપી અને ઓગસ્ટ સીપીઆઈના આંકડામાં નોંધપાત્ર સુધારો નોંધાઈ ગયો છે જેથી સરકારને પણ રાહત થઇ છે. જૂન મહિનામાં ૪૮ મહિનાની નીચી સપાટી જોવા મળ્યા બાદ દેશમાં ઇન્ડસ્ટ્રીય આઉટપુટનો આંકડો ૦.૯ ટકા સુધી વધીને જુલાઈ મહિનામાં સુધર્યો હતો. આજે સરકાર દ્વારા આંકડો જારી કરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી) માટેના આંકડા જે જીએસટી બાદ જારી કરવામાં આવ્યા છે તેના કારણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો નેગેટીવ ઝોનમાં ગયો નથી. કેટલાક નિષ્ણાતો દ્વારા આંકડો નેગેટીવ ઝોનમાં જવાની વાત કરી હતી. ઓગસ્ટ મહિનામાં મેન્યુફેક્ચરિંગમાં વધારો થયો છે. માઇનિંગ અને ઇલેક્ટ્રીસિટીમાં ગ્રોથના લીધે રિકવરી પરત ફરી છે. આગામી દિવસોમાં સરકાર આને લઇને વધુ ઝડપ સાથે આગળ વધી શકે છે.

Related posts

સેન્સેક્સમાં 950 પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

એસપીઆર ગ્રુપનો ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘માર્કેટ ઓફ ઈન્ડિયા’ જી.જી.એમ.એમ. ગુજરાત સરકારનાં સહયોગીઓ સાથે અમદાવાદમાં પ્રસ્તુત

aapnugujarat

મુકેશ અંબાણી ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર,મિલ્ક બાસ્કેટને ખરીદે તેવી શક્યતા

editor

Leave a Comment

UA-96247877-1