Aapnu Gujarat
બિઝનેસ

એસપીઆર ગ્રુપનો ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘માર્કેટ ઓફ ઈન્ડિયા’ જી.જી.એમ.એમ. ગુજરાત સરકારનાં સહયોગીઓ સાથે અમદાવાદમાં પ્રસ્તુત

એસપીઆર ગ્રુપ ભારતનાં માર્કેટ પાછળ વિકાસકર્તા છે, દક્ષિણ ભારત ચૈન્નાઈ અને ભારતની સૌથી મોટી મલ્ટી કોમોડિટી હોલસેલ માર્કેટની ટેક્સટાઈલ કેપિટલમાં ૫૦૦૦+ દુકાનો અને ઓફિસો ધરાવે છે. સંગઠિત પરંપરાગત ભારતીય બજારોમાં જોવા મળતી વર્તમાન વેપાર પડકારોને દૂર કરવા માટે હોલસેલ સેન્ટર વિવિધ કોમોડિટી વ્યવસાય માટે એક સંયુક્ત માર્કેટપ્લેસ પૂરો પાડે છે અને ચીનમાં સૌથી મોટા વેપાર કેન્દ્રોને હરાવવાની અપેક્ષા રાખે છે. વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ સપ્લાય અને ટ્રેડ ઈકોસિસ્ટમ પૂરું પાડતા ભારતનું બજાર ભારતને એક વેપાર સ્થળે રૂપાંતરિત કરે તેવી ધારણા છે અને તે ભારત અને દક્ષિણ એશિયાના વેપારીઓને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવામાં સક્ષમ બનાવશે.
એસપીઆર જુથન ડિરેક્ટર નવીન રાંકાએ જણાવ્યું હતું કે, ભારતનાં બજાર પાસે દેશની બિઝનેસ લેન્ડસ્કેપને પરિવર્તન કરવાની સંભાવિતતા છે અને તે ભવિષ્યમાં એક અગ્રણી વેપાર સ્થળ બનવા માટે તૈયાર છે. આ દૃષ્ટિ તરફ અમે દેશભરના ઓનબોર્ડ વેપારીઓને લાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. આજે ગુજરાતની રાજધાનીમાં આ પ્રસ્તુતિએ ચીનની ચાહકોને હરાવીને વિશ્વનાં ટોચના વેપાર સ્થળોમાં ભારતને એક બનાવવાના દૃષ્ટિકોણને પરિપૂર્ણ કરવામાં એક મોટો સીમાચિન્હ દર્શાવે છે.
સંયુક્ત નિવેદનમાં જગદીશ સરદ અને દિલીપ શાહ, સલાહકાર સીએએ (ચેન્નાઈ એપેરલ એસોસિએશન)ના જણાવ્યું હતું કે, ચેન્નઈ દેશનાં સૌથી મોટો ટેક્સટાઈલ અને ગારમેન્ટસ કન્ઝ્‌યુમર માર્કેટ છે જે તમામ પ્રકારનાં વસ્ત્રોનાં સૌથી ઉંચા વેચાણની નોંધણી કરી છે. કાપડના આ કેન્દ્રમાં આગામી ‘માર્કેટ ઓફ ઈન્ડિયા’ પોતે જ એક સીમાચિન્હરૂપ બનશે. એક જ ફ્લોર પર ૯૦૦ ટેક્સટાઈલ દુકાનોની સ્થાપ્ના કરીને અમે ખાતરી કરીશું કે કાપડ અને ટેક્સટાઈલ ઉત્પાદકો અને રિટેલરોના તમામ પ્રકારો અને તમામ લોકોને એક છત હેઠળ રજુ કરવામાં આવશે અને આથી આ ક્ષેત્રમાં બિઝનેસ વૃદ્ધિને વેગ મળશે.
એસપીઆર જુથના પ્રવિણ દારડાએ ઉમેર્યું હતું કે, ‘ભારતનું બાજર દેશની સૌથી મોટી મુક્તિ કોમોડિટી હોલસેલ માર્કેટ હશે. નજીકન ભવિષ્યમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય બ્રાન્ડસ અને ઉદ્યોગપતિઓ માટે તે પસંદગીનું સરનામું હોવું જોઈએ, તે દેશનાં ટેક્સટાઈલ વેપારીઓને વૈશ્વિક પ્લેટફોર્મ દ્વારા રજુ કરવામાં આવતી વ્યાવસાયિક સંભવિતતાને ટેપ કરવા દેશે.’

Related posts

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક, અદાણી બીજા ક્રમ ઉપર

aapnugujarat

કાર પર જીએસટી સેસ વધારો અમલી બન્યો : લકઝરી-એસયુવી ગાડીઓ મોંઘી

aapnugujarat

અદાણીના સ્ટોક્સ ઉંચકાતા LICને રાહત, 5500 કરોડ રૂપિયાનો ફાયદો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1