Aapnu Gujarat
ગુજરાત

પ્રશાંત કિશોરની ટીમો ખોડલધામ ‘નરેશ’ વિશે સર્વે કરતી હોવાનો ઘટસ્ફોટ

ગુજરાતના વિધાનસભા ચૂંટણી વર્ષમાં પાટીદાર નેતા અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલની સંભવિત રાજકીય એન્ટ્રી વિશે રાજ્યભરમાં જબરી ઉત્તેજના પ્રવર્તી રહી જ છે તેવા સમયે તેમના રાજકીય પ્રવેશનો નિર્ણય વાસ્તવમાં દેશના જાણીતા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના હાથમાં હોવાના નિર્દેશ સાંપડ્યા છે. પ્રશાંત કિશોરની સલાહ મુજબ જ નરેશ પટેલ રાજકીય ફેંસલો લેશે એટલું જ નહીં અત્યારે પ્રશાંત કિશોરની ટીમોએ સર્વે માટે રાજ્યમા ધામા નાખ્યા છે. જે પાટીદાર નેતા માટે હોવાનું જાણવા મળ્યું છે. અત્યંત આધારભૂત વર્તુળોએ જણાવ્યું છે કે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલે રાજકીય પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોરનો સહારો લીધો છે અને તેમની સલાહ-માર્ગદર્શન મુજબ જ આગળ વધી રહ્યા છે. મિત્રતાના દાવે હોય કે પ્રોફેશનલ ધોરણે પરંતુ પ્રશાંત કિશોર પર જ નરેશ પટેલે ઘણો બધો આધાર રાખ્યો છે. કેટલાક દિવસોથી ગુજરાતમાં પ્રશાંત કિશોરની ટીમો દ્વારા રાજકીય સર્વે કરાવામાં આવી રહ્યો છે. આ સર્વે કોઇ પક્ષનો છે કે સ્વતંત્ર ધોરણે જ થઇ રહ્યો છે તે વિશે હજુ કોઇએ ફોડ પાડ્યો નથી. કોંગ્રેસ દ્વારા રાજકીય રણનીતિકારને રોકવામાં આવ્યા હોવાનું કહેવાય છે પરંતુ એવી વિગત બહાર આવી છે કે પાટીદાર નેતા માટે પણ આ સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેના આધારે જ તેમને રાજકારણમાં કેટલા અંશે અને કેવી રીતે આગળ વધવું તેનો રિપોર્ટ આપવામાં આવશે.

Related posts

સેલવાસની પીપળીયા જીઆઈડીસીમાં થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આગ લાગતાં અફરાતફરી

aapnugujarat

સુરતમાં પૈસાની લેતી-દેતીમાં કિન્નરોએ યુવકને માર્યો

aapnugujarat

ગુજરાત ચૂંટણી : શરાબની દુકાનો બંધ કરવાના હુકમો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1