Aapnu Gujarat
ગુજરાત

સેલવાસની પીપળીયા જીઆઈડીસીમાં થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આગ લાગતાં અફરાતફરી

સેલવાસની પીપળીયા જીઆઈડીસીમાં આવેલ એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ચાર શહેરોની ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી પુરજોશમાં કરાઇ હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે સેલવાસ નજીક પીપળીયા જીઆઈડીસીમાં આવેલ હેમિલ્ટન નામની થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આજે વહેલી સવારે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ફેક્ટરીના બિલ્ડિંગના ત્રણેય માળમાં આગ પ્રસરતા આગની જ્વાળાઓ ઉચે સુધી દેખાતા અને આકાશમાં ધુંમાડાનાં ગોટેગોટા છવાતાં સમગ્ર વિસ્તારમાં ભયની લાગણી પ્રસરી હતી. ફેક્ટરીમાં કામ કરતા કામદારો અને અન્ય સ્ટાફ પણ જીવ બચાવવા ફેક્ટરીની બહાર દોડી ગયા હતા.આ ઉપરાંત આજુબાજુના વિસ્તારના લોકો પણ પોતપોતાના ઘરના બહાર નીકળી ગયા હતા. બનાવની જાણ થતાં જ સુરત, વાપી, સેલવાસ અને દાદરાનગર હવેલીના ફાયરબ્રિગેડના જવાનો તાબડતોબ ફાયર ફાઈટરો અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા.

Related posts

ધોળકામાં ભાજપનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ગરમી વચ્ચે પાણીજન્ય રોગના કેસોમાં થયેલો નોંધપાત્ર વધારો

aapnugujarat

મારે વોટ માંગવા નથી, જો તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજો : વડાપ્રધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1