Aapnu Gujarat
ગુજરાત

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની ચાર વર્ષીય બાળા એંજલની અદ્‌ભુત યાદ શક્તિ

ગીર ગઢડાના ધોકડવા ગામમાં રહેતી ચાર વર્ષીય એંજલ દાફડા નાનપણથી જ ગજબની કોઠાસૂઝ ધરાવે છે, તેનાં પિતા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે તથા માતા ગૃહિણી છે અને સાથે જ એંજલને તેની માતા સામાન્ય જ્ઞાનનો ખજાનો પૂરો પાડે છે. એંજલને ગામના સરપંચ, વડાપ્રધાન, રાજધાનીના નામ મોંઢે છે. એંજલ બાલમંદિરમાં અભ્યાસ કરે છે. ધોકડવા ગામની સ્વામિનારાયણ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે આ બાળાએ અમારા ગામનું ગૌરવ વધાર્યું છે. બલોકો એંજલના જ્ઞાનની પ્રશંસા કરી રહ્યાં છે અને આગળ જતાં તે ઘણાં બાળકો માટે પ્રેરણારૂપી દાખલો બેસાડશે. આટલું નાનકડું બાળક ધારે તો કંઈક કરી શકે છે. કહે છે ને કે ઈશ્વર જેને આપે છે તેને અઢળક આપે છે” આ એક એવો જ કિસ્સો છે કે જે એંજલને ગોડ ગિફ્ટ મળી છે કે તેને બધું સહેલાઈથી યાદ રહી જાય છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પારૂલ યુનિવર્સિટી ઘટનાના પ્રશ્ને બધી કાનુની કાર્યવાહી કરાઈ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

aapnugujarat

પુત્રી સામે ખરાબ નજરે જોનાર વ્યક્તિ પર હુમલો કરવાનાં કેસમાં સેશન્સ કોર્ટે મહિલાને નિર્દોષ છોડી મૂક્યાં

aapnugujarat

Gujarat Tourism bagged the ‘Hall of Fame’ National Tourism award

aapnugujarat

Leave a Comment

UA-96247877-1