Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

કાંકરેજ તાલુકાના ભારતીય કિસના સંઘના ખેડૂતોએ મામલદાર ખચેરી ખાતે રેલી યોજી મામલદારને આવનપત્ર આપવામા આવ્યું હતું જેમાં ૫૦ જેટલા ખેડૂતો હાજર રહ્યાં હતાં. ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા ચાલુ વરસાદમા કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપૂતને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં આવેદનપત્ર ૫૦ હોસપાવરથી વધુ બોર હોય તેવા ખેડૂતોને સબસીડી આપવી, વિજ બીલમાં ૫૦ ટકા ઘટાડો કરવો, કાંકરેજમાં બોરના પાણીના તળ ૧૦૦૦ થી ૧૨૦૦ ફૂટ ઉંડા હોવાથી ખેડૂતો માટે બનાસ નદીમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવ, બોર ઉપરથી મીટર પ્રથા બંધ કરવી તેમજ ખેતી પાકોમાં પોષણક્ષમ ભાવો આપવા જેવી બાબતોને ધ્યાનમાં લઈ ખેડૂતોએ સર્કિટ હાઉસ શિહોરીથી રેલી કાઢી હતી અને મુખ્ય બજાર થઈ કાંકરેજ મામલતદાર કચેરી પહોંચી હતી. ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવી અમારીની માંગો પુરી કરો તેવા સુત્રો સાથે સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યાં હતાં.
સરકાર પોતાના વચનોથી ફરી ગઈ હોવાનું જણાવ્યું હતું એટલે હવે કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ, મંત્રી મફાભાઈ દેસાઈ, અરવિંદ ગોહિલ પ્રમુખ શક્તિ પીઠ શિહોરી ભારતીય જનતા પાર્ટી સહિતના અનેક ખેડૂતો રેલીમાં જોડાયા હતા અને ખેડૂતોની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા કાંકરેજ મામલતદારે ખાતરી આપી હતી.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

છોટાઉદેપુર જિલ્લાના રાયપુર ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો

aapnugujarat

फाइनेंस कंपनी से गहने चोरी करने वाला मैनेजर गिरफ्तार

aapnugujarat

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

editor

Leave a Comment

UA-96247877-1