Aapnu Gujarat
ગુજરાત

કડીમાં રસ્તા બિસ્માર હાલતમાં

કડીમાં છેલ્લાં ત્રણ દિવસથી મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના વડવાળા હનુમાન, કડી થોડ રોડ ઉપર આવેલ અન્ડરબ્રિજ, બાલાપીર, હાઇવે, નંદાસણ રોડ પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો માટે આ જગ્યાએ વાહન લઇને પસાર થવું ભારે મુશ્કેલીરૂપ બન્યું છે. રાજય સરકાર દ્વારા કરોડોનાં ખર્ચે શહેરમાં તૈયાર કરાયેલા વિવિધ રોડ રસ્તા અને અંડરબ્રિજ સહિતના મોટા વિકાસના કામો કેવા અને કેટલા સારા થયા છે તેની પોલ વરસાદે ખોલી નાંખી છે. કડીમાં અગાઉ પડેલા વરસાદને કારણે જે રોડ પર વધારે ખાડા હતા તે તમામ રોડનું સમારકામ પાલિકા દ્વારા ટુંક સમય પહેલા જ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી ભારે વરસાદના આગમનથી તમામ રોડ પર કરાયેલા સમારકામની પોલ વરસાદે ખોલી નાંખી છે, ક્યાંક ને ક્યાંક પાલિકાની બેદારકારી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ખાડાઓ પડી જતાં રોડમાં ખાડાઓ છે કે પછી ખાડાવાળો રોડ છે તે પણ સમજાતું નથી. કડી શહેરમાં ધણી જગ્યાઓ પર ટુ-વ્હીલર તો ઠીક પરતું ફોર-વ્હીલરના વાહન ચાલકોને પણ પોતાના વાહન સાથે નીકળવું મુશ્કેલ ભયું છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા,કડી)

Related posts

एएमसी की जुनियर क्लर्क की परीक्षा में अनियमितता

aapnugujarat

બોડેલીથી છોટાઉદેપુર નેશનલ હાઈ-વે બિસ્માર હાલતમાં

aapnugujarat

હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના તાલીમાર્થીઓએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

editor

Leave a Comment

UA-96247877-1