Aapnu Gujarat
ગુજરાત

બોડેલીથી છોટાઉદેપુર નેશનલ હાઈ-વે બિસ્માર હાલતમાં

બોડેલી થી છોટાઉદેપુર નેશનલ હાઈવે રોડ પર ઠેરઠેર મોટા મોટા ખાડા પડતા અકસ્માતની ભીતી સેવાઈ રહી છે. હેલ્મેટનો જે કાયદો લાવ્યા છીએ તે અમને માન્ય છે પણ જે રોડ પર ખાડા પડી ગયા છે તેને પૂરવાની પણ સરકારની ફરજ બને છે તો તેની સેફટીનું શું એવું લોકો જણાવી રહ્યા છે.
બોડેલી છોટાઉદેપુર ધોરી માર્ગ ઉપર ચોમાસા દરમ્યાન વરસાદના કારણે ધોવાણ થતાં રોડ વચ્ચોવચ ઠેર ઠેર ખાડા પડ્યા તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
વડોદરાથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. રોડ પર પડેલા ખાડાઓને લઈ અહીંથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રોડ ઉપર ચોમાસા દરમિયાન વરસાદના કારણે ધોવાણ થતાં કપચી કાંકરી ઊખડી જવાથી રોડની વચ્ચોવચ ઠેરઠેર મસમોટા ખાડા પડી જવા પામ્યા છે. બોડેલી, પાવીજેતપુર વચ્ચે જંબુગામ પાસે અસંખ્ય ઓરસંગ નદીમાંથી રેતીની લીઝો આવેલી હોવાથી રોજની હજારો ટ્રકો ઓવરલોડ રેતી ભરેલી પસાર થતી હોવાથી આ નેશનલ હાઇવે પર ટ્રાફિક વધારે હોય છે ત્યારે આ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાથી વારંવાર અકસ્માત સર્જાય છે
હવે એ જોવું રહ્યું કે તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી આ નેશનલ હાઇવે પર પડેલા ખાડા પુરાવે છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મન્સુરી, બોડેલી)

Related posts

નર્મદાના સરદાર સરોવર ડેમ પર દરવાજા લાગતા ઉપરવાસના લોકોની વધી મુશ્કેલી

aapnugujarat

गुलबर्ग सोसायटी : १६ साल बाद फरार आरोपी आशीष पांडे गिरफ्तार

aapnugujarat

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1