Aapnu Gujarat
ગુજરાત

નર્મદાના સરદાર સરોવર ડેમ પર દરવાજા લાગતા ઉપરવાસના લોકોની વધી મુશ્કેલી

નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ પર દરવાજા લાગી જતા પાણી સંગ્રહમાં તો વધારો થયો છે,પરંતુ ડેમની ઉપરવાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. ડેમના ઉપરવાસમાં જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ગ્રામજનોએ જીવ જોખમમાં મૂકીને નદી પાર કરવી પડે છે. અને તેમના માટે સરકારે આ જ દિન સુધી કોઈ પણ જાતનો રસ્તો બનાવ્યો નથી કે અન્ય કોઈ સુવિધા આપી નથી. જેથી ગ્રામજનોએ જીવન નિર્વાહની વસ્તુ લેવા માટે ફક્ત કેવડિયા કોલોની જ વિકલ્પ છે. બીમાર દર્દીને પણ કેવડિયા ખાતે બોટમાં લઈને આવવું પડે છે. ઉપરવાસના રહેવાસીઓ માટે અરવરજવર કરવા માટે બોટ જ એક માત્ર વિકલ્પ બની રહી છે. ત્યારે ચોમાસામાં પાણીનો પ્રવાહ વધી જાય ત્યારે આ રહેવાસીઓ મોટી મુસીબતમાં મૂકાઈ જાય છે. તેમજ બોટમાંથી નદી પાર કરીને આવતા હોવાથી વારંવાર પોલીસ તપાસની હેરાનગતિ પણ વેઠવી પડે છે.નર્મદા ડેમના ઉપરવાસના મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર રહેતા લોકો લોકો માત્ર દર રવિવારે ખાનગી બોટોમાં હાટમાં આવે છે. તેઓ પોતાના ઘરેથી બાઈક લઈને સાત કિલોમીટર દૂર નર્મદા નદી સુધી પહોંચે છે. ત્યાંથી તેમની બાઈકને પણ બોટમાં મૂકીને આવે છે અને ત્યાંથી કેવડિયા ખાતે આવે છે અને ખરીદી કરીને પરત જાય છે. આ બોટને પાણીમાં ચાર કલાકનો રસ્તો થાય છે. જયાં મગર અને વરસાદનું જોખમ હોય છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદીને પરત જાય છે તે કેવડિયા ખાતે આવે ત્યારે તેઓને પોલીસની ચકાસણીમાંથી પણ પસાર થવું પડે છે તેમજ નર્મદા ડેમની સિક્યુરિટી પણ હોય છે ત્યાંની પણ ચકાસણીમાંથી પસાર થવું પડે છે અને તેના કારણે સમયનો પણ ઘણો વ્યય થાય છે.

Related posts

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

aapnugujarat

હલ્દીઘાટી થી સમગ્ર ભારત માં ભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષિય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા નું સાવરકુંડલા ખાતે આગમન

aapnugujarat

केंद्र का गुजरात के प्रति हकारात्मक रवैया रहा है : जगदीश भावसार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1