Aapnu Gujarat
ગુજરાત

હલ્દીઘાટી થી સમગ્ર ભારત માં ભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષિય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા નું સાવરકુંડલા ખાતે આગમન

હલ્દીઘાટી થી સમગ્ર ભારત માં ભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષિય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા નું સાવરકુંડલા ખાતે આગમન.- મોટી સંખ્યામાં ગૌભક્તો ગૌ કથા માં ઉપસ્થિત રહી શ્રવણ કરી.- ગૌ હત્યા મુક્ત અને ગૌ માતા યુક્ત હિન્દુસ્તાન ના સૂત્ર સાથે ઠેર ઠેર સ્વાગત . મહારાણા પ્રતાપ ના હલ્દીઘાટી રાજસ્થાન થી સંપૂર્ણ ભારતવર્ષ માં તારીખ – ૦૪/૧૨/૨૦૧૨ થી પરીભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષીય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા ના ગૌ હત્યા મુક્ત અને ગૌ માતા યુક્ત હિન્દુસ્તાન ના સૂત્ર સાથે સાવરકુંડલા શહેર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એ યાત્રા અત્યાર સુધીમાં ૧૭ હજાર વધુ શહેરો અને ગામો માં ફરી ગૌ કથા કરેલ છે તથા બે લાખ એસી હજાર કિલોમીટર ની યાત્રા પૂર્ણ કરી અમરેલી જીલ્લા ના સાવરકુંડલા ખાતે પધારી હતી આ તકે ગૌયાત્રા નું ભવ્ય શોભાયાત્રા ના સ્વરૂપે સ્વાગત, ગૌ કથા, હિન્દુ સંસ્કૃતિ માં ગાય નું મહત્વ, તથા દરેક ઘરે એક ગાય રાખવી અને તેના ફાયદા વિશે પ.પૂ.સાધ્વીશ્રી નિષ્ઠાગોપાલ સરસ્વતીજી દીદી દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે સાવરકુંડલા શહેર ના દેવળા ગેઈટ ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે પૂજ્ય ભક્તિરામ બાપુ માનવ મંદિર, આજીવન ગૌસેવક અને દાતાશ્રી જયેશભાઈ માટલીયા, અતુલભાઈ જાની ફોજી, રાજુભાઈ બોરીસાગર યાત્રા ના વ્યવસ્થાપક લલિતભાઈ મારૂં, બળવંતભાઈ મહેતા વગેરે ગૌપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌકથા રસપાન નો લાભ લીધો હતો.

Related posts

गुजरात विधानसभा का बजट सत्र आज से शुरु

aapnugujarat

ભુજ મહિલા કોન્સ્ટેબલ પ્રેમ પ્રકરણ : ડીવાયએસપી સામે પગલાં લેવા આવેદનપત્ર સુપ્રત

aapnugujarat

ઇ લાયબ્રેરીમાં હવેથી પુસ્તકો ફોન પર ફ્રીમાં વાંચવા મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1