Aapnu Gujarat
ગુજરાત

ભુજ મહિલા કોન્સ્ટેબલ પ્રેમ પ્રકરણ : ડીવાયએસપી સામે પગલાં લેવા આવેદનપત્ર સુપ્રત

ભુજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ તેના જ સાથી કોન્સ્ટેલબ કર્મચારી સાથે પ્રેમ પ્રકરણમાં નાસી ગયા બાદ આ સમગ્ર પ્રકરણમાં ભુજ ડીવાયએસપી દ્વારા યુવતીને ભગાડી જનાર કોન્સ્ટેબલને છાવરવાના પ્રયાસ અને મહિલા કોન્સ્ટેબલ યુવતીના પરિવારજનો પાસેથી રૂ.પાંચ લાખની લાંચ માંગવાના પ્રકરણનો સમગ્ર મામલો હવે ગરમાયો છે. કારણ કે, ચકચારભર્યા હવે આ પ્રકરણમાં રબારી સમાજની પુત્રી અને તેના પરિવારજનોની પડખે ગોપાલક રચનાત્મક સમિતિ(ગોરસ સમિતિ) ચિત્રમાં આવી છે. ગુજરાત પ્રદેશ ગોરસ સમિતિના પ્રમુખ જીતુ રાયકાની આગેવાની હેઠળ સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ આ સમગ્ર મામલે રાજયના ડીજીપીને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સાથે સાથે આ કેસમાં ભ્રષ્ટાચારી ડીવાયએસપી જે.એન.પંચાલ વિરૂધ્ધ તાત્કાલિક કાયદાનુસાર પગલાં લેવા અને યુવતીના પરિજનોને પોલીસના ત્રાસમાંથી મુકિત અપાવવા માંગણી કરાઇ હતી. ગુજરાત પ્રદેશ ગોરસ સમિતિ તરફથી જો આ સમગ્ર મામલામાં તાકીદે યોગ્ય કાર્યવાહી નહી થાય તો જિલ્લા-તાલુકા કક્ષાએ આંદોલન છેડી સ્થાનિક સત્તાધીશોને આવેદેનપત્ર સુપ્રત કરવા સહિતના કાર્યક્રમોની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. એટલું જ નહી, સમાજની ભાગી ગયેલી પુત્રને પણ હાજર કરાવવા પણ માંગ કરાઇ હતી. લઇ રાજય પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી છે અને તેના ઘેરા પ્રત્યાઘાત પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં પોતાના કોન્સ્ટેબલ પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલા કોન્સ્ટેબલ યુવતીના કાકા સાહરભાઇ વાઘજીભાઇ રબારીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી સહિતના સત્તાવાળાઓને ઉદ્દેશીને લખેલી અરજીમાં ચોંકાવનારી હકીકતનો ઉલ્લેખ કર્યો હતો કે, તેમના મોટાભાઇની દિકરી અલકાબહેન અમરતભાઇ દેસાઇ ભુજ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તે થોડા દિવસો પહેલાં તેમની સાથે સહકર્મચારી નાડોદા ગૌતમ રણછોડભાઇ સાથે નાસી ગઇ હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હોવાનું તેમની જાણમાં આવ્યું હતું. જેથી તેઓએ તા.૧-૧૨-૧૮ના રોજ ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલને સમગ્ર મામલે જાણ કરી હતી અને પુત્રીનો કબ્જો પાછો અપાવવા વિનંતી કરી હતી. જો કે, ડીવાએસપી પંચાલના વહીવટદાર દ્વારા તા.૨-૧૨-૧૮ના રોજ રાત્રે આઠ વાગ્યે બુજ રીંગરોડ પર આવેલી ખેતલાઆપા હોટલની બાજુમાં હેરીટેજ હોટલ એન્ડ ગેસ્ટહાઉસમાં બોલાવી જો તમારી પુત્રને છોકરાથી અલગ પાડી પાછી જોઇતી હોય તો સાહેબ(ડીવાયએસપી)ને પાંચ લાખ રૂપિયાની માંગણી કરાઇ હતી. લાચાર પરિજનોએ પુત્રીનો કબ્જો મેળવવાની આશામાં રૂ. બે લાખ ચૂકવ્યા હતા અને બાદમાં પુત્રીનો કબ્જો મળ્યેથી રૂ.ત્રણ લાખ આપવાનું નક્કી થયું હતું. પરંતુ કેટલાય દિવસો વીત્યા બાદ પણ પુત્રીનો કબ્જો પરત નહી મળતાં પરિજનોએ પુત્રીને તેના હાલ પર છોડી દેવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહી, પરિજનો તરફથી અખબારોમાં પુત્રી તેમના કહ્યામાં નથી અને જતી રહી છે તે મતલબની જાહેરાત પણ આપી દીધી હતી. નિરાશ પરિવારજનોએ બાદમાં ડીવાયએસપીના વહીવટદારને પુત્રીને જયાં રહેવું હોય ત્યાં રહે, હવે અમારે તેને દુઃખી કરવી નથી એમ કહી અગાઉ આપેલા રૂ.બે લાખ પરત માંગ્યા હતા, ત્યારે ડીવાયએસપી જે.એન.પંચાલ અને તેના વહીવટદાર ગુસ્સે થઇ ગયા હતા અને પરિવારજનોને ધમકી આપી હતી કે, હવે પૈસા ના મળે, જો પૈસાની માંગણી કરશો તો, તમારી પુત્રી મારફતે જ જુદી જુદી અરજીઓ કરાવી હેરાન-પરેશાન કરી નાંખીશું. બાદમાં આવી જુદી જુદી અરજીઓ કરાવી પરિવારજનોને હેરાન-પરેશાન કરી ત્રાહિમામ્‌ પોકારી દેવડાવ્યું છે, ત્યારે અમારી પુત્રી શાંતિથી જીવે અને અમે પરિવારજનો પણ શાંતિથી જીવી શકીએ તે માટે સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરાવી પોલીસના ત્રાસ અને અત્યાચારમાંથી મુકિત અપાવવા ગુહાર લગાવી હતી. આ કેસમાં હવે ગોરસ સમિતિએ ઝંપલાવતાં મામલો ગરમાયો છે. ડીજીપીએ પણ હવે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે.

Related posts

નવરાત્રિમાં ભક્તોજનો માતાના મઢના દર્શન કરી શકશે

editor

वामज में उप मुख्यमंत्री नीतिन पटेल केपी गर्ल्स होस्टेल का रविवार को लोकार्पण करेंगे

aapnugujarat

કોંગીની સાઇટ હેક : હાર્દિકનો અશ્લીલ વીડિયો અપલોડ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1