Aapnu Gujarat
ગુજરાત

કોંગીની સાઇટ હેક : હાર્દિકનો અશ્લીલ વીડિયો અપલોડ થયો

ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક કરી હાર્દિક પટેલનો કથિત જુનો અશ્લીલ વિડીયો વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને લઇને ગુજરાતના રાજકારણમાં એક નવો વિવાદ ગરમાયો છે. હજુ થોડા દિવસો પહેલાં જ ભાજપ અઁને કોંગ્રેસ એ બંને પક્ષની વેબસાઇટ થોડા કલાકો માટે હેક થઇ હતી, જેને પગલે ભાજપના સ્થાનિક નેતાઓથી માંડી બંને પક્ષના આઇટી સેલના આગેવાનો દોડતા થયા હતા. જો કે, થોડા કલાકો બાદ જ બંને પક્ષની વેબસાઇટ ફરી ચાલુ થઇ ગઇ હતી. આજે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઇ હતી. એટલું જ નહી, હેકર્સ દ્વારા વેબસાઇટ પર હાર્દિક પટેલનો અગાઉનો જૂનો અશ્લીલ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી અને ગુજરાતના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો હતો. હજુ એક મહિના અગાઉ ે ગુજરાત કોંગ્રેસની વેબસાઈટના એબાઉટ અસ સેક્શનમાં કોંગ્રેસની બદનામી કરતું લખાણ જોવા મળ્યું હતું. આ લખાણમાં એમ કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ એક એવી પાર્ટી છે જેણે ૭૦ વર્ષ સુધી આ દેશને લુંટ્યો છે. આ ઉપરાંત આ સાઈટ પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિષે પણ ગમેતેમ પણ લખવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે જો ગુજરાતનો સર્વનાશ કરવો હોય તો કોંગ્રેસમાં જોડાઓ. આ ઘટનાની સોશિયલ મિડિયામાં ખુબ જ હાંસી ઉડાવવામાં આવતા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે સાઈટ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આ સાઈટ નવા રૂપરંગ સાથે ફરીથી સામે આવી હતી અને હજી એક દિવસ પણ નહોતો થયો કે કોઈ મોરલો ફરીથી આ સાઈટ પર આવીને કળા કરી ગયો હતો. બીજીબાજુ, ભાજપના પ્રવક્તા તજીંદરપાલસિંઘ બગ્ગાએ સ્ક્રિન શોટ ટિ્‌વટ કરી રાહુલ ગાંધીને સવાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૨ મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ વીડિયો વિધાનસભા ૨૦૧૭ ચૂંટણીના થોડા સમય પહેલા નવેમ્બર મહિનામાં વાઈરલ થયો હતો. જે કોંગ્રેસની વેબસાઇટ હેક કરી અપલોડ કરાતાં ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

Related posts

નવરાત્રિમાં ગરબા સ્થળોએ મહિલા પંચની નજર રહેશે

aapnugujarat

पानी बरबाद नहीं करने के लिए आनंदीबहन का अनुरोध

aapnugujarat

નારોલમાં પાણી પ્રશ્ને જોરદાર દેખાવો કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1