Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ : એક મેચ માટે જ ૫૫ કરોડ રૂપિયા ચુકવાશે

આઈપીએલની મેચોનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજ કારણ છે કે, ઘણા ટોપના ખેલાડીઓ નિર્ધારિત સમય કરતા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે અને આઈપીએલમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. આઈપીએલના મિડિયા અધિકારો ઇન્ડિયન ટીમની ઘરઆંગણેની મેચો કરતા વધારે કિંમતમાં અપાયા છે. સ્ટાર ઇન્ડિયા આઈપીએલ ગેમ માટે ૫૫ કરોડ રૂપિયા ચુકવનાર છે. એટલે કે સ્ટાર ઇન્ડિયા આઈપીએલની એક મેચ માટે ૫૫ કરોડ રૂપિયા ચુકવશે જે એક આંતરરાષ્ટ્રીય મેચ માટે હાલમાં ચુકવવામાં આવતી રકમ કરતા ૧૨ કરોડ રૂપિયા વધારે છે. ૪૩ કરોડ રૂપિયા હાલમાં એક આંતરરાષ્ટ્રીય મેચ માટે ચુકવવામાં આવે છે. સ્ટાર ઇન્ડિયાએ આજે ૧૬૩૪૭.૫ કરોડમાં આગામી પાંચ વર્ષ માટે ગ્લોબલ બ્રોડકાસ્ટ અને ડિજિટલ રાઇટ્‌સ જીતી લીધા હતા. આની સાથે જ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે અભૂતપૂર્વ રકમ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડની માલિકીની આઈપીએલ પ્રોપર્ટી છે. આઈપીએલ પ્રોપર્ટીને લઇને વિતેલા વર્ષોમાં વહીવટી કટોકટી ઉભી થઇ ચુકી છે. આઈપીએલની એક મેચ માટે પ્રતિ ગેમ નંબર્સને જોવામાં આવે તો ૫૫ કરોડ રૂપિયાની આસપાસ બેસે છે જ્યારે પ્રતિ વર્ષે ૩૨૭૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવે છે. ૨૦૧૨માં સ્ટારે ૩૮૫૧ કરોડ રૂપિયામાં ૨૦૧૨-૨૦૧૮ વચ્ચે ભારતની મેચોના પ્રસારણ અને ડિજિટલ અધિકારો મેળવ્યા હતા. આનો મતલબ એ થયો કે, ભારતની કોઇ એક આંતરરાષ્ટ્રીય મેચ માટે ૪૩ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. બીસીસીઆઈ, ઇસીબી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સહિત ત્રણ ક્રિકેટ બોર્ડના વાર્ષિક મિડિયા અધિકારો આઈપીએલની કમાન્ડ કરતા ઓછા આંકડામાં રહે છે. જો કે, ભારતની મેચો માટેના અધિકારો આગામી વર્ષે વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીસીસીઆઈને લઇને હાલમાં વિવાદની સ્થિતિ રહી છે. પ્રવર્તમાન ૧૦ વર્ષ બાદ આઈપીએલની સંપત્તિમાં અનેકગણો વધારો થઇ શકે છે. આઈપીએલને મિડિયા રાઇટ્‌સની સમજૂતિ મુજબ ૫૦૮ મિલિયન ડોલર પ્રતિ વર્ષે મળશે. આની સાથે જ ઓસ્ટ્રેલિયાની બિગબેસ લીગ સાથે તેની કોઇ સરખામણી થઇ શકે નહીં. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય બિગબેસ લીગ જે ભારતની હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગની જેમ યોવામાં આવે છે અને તેમાં પણ તમામ સ્ટાર ખેલાડીઓ રમે છે તે પ્રતિ વર્ષે ૨૦ મિલિયન ડોલરની કમાણી કરે છે.

Related posts

मां ने पढ़ाई करने का कहने पर विद्यार्थिनी की आत्महत्या

aapnugujarat

શ્રીલંકા અને આફ્રિકા વચ્ચે થ્રીલર મેચ માટે તખ્તો તૈયાર

aapnugujarat

शमी के ओवर ने हमें जीत दिलाई, न की मेरे दो छक्कों ने : हिटमैन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1