Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકા અને આફ્રિકા વચ્ચે થ્રીલર મેચ માટે તખ્તો તૈયાર

ચેÂમ્પયન્સ ટ્રોફીમાં આજે ગ્રુપ બીની એક મેચમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક જંગ ખેલાશે.એકબાજુ શ્રીલંકા આઇસીસી વનડે રેન્કિંગમાં સાતમા ક્રમે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા રેન્કિંગમાં હાલમાં પ્રથમ ક્રમાંકની ટીમ છે. શ્રીલંકાની ટીમ વર્ષ ૨૦૦૨માં ચેÂમ્પયન બનવામાં સફળ રહી હતી. જ્યારે આફ્રિકાની ટીમ વર્ષ ૧૯૯૮માં ચેÂમ્પયન બની હતી. શ્રીલંકાની ટીમની છાવણીમાં સારા સમાચાર એ છે કે કેપ્ટન એન્જેલો મેથ્યુસની વાપસી થઇ છે. સાથે સાથે તે સારા ફોર્મમાં પણ ચાલી રહ્યો છે. શ્રીલંકા માટે નિરાશાજનક સમાચાર એ છે કે તે ટોપ આઠ આઇસીસી રાષ્ટ્રોની સામે ૩૫ મેચો પૈકી માત્ર નવ મેચમાં જીત મેળવી શક્યુ છે તે જાતા આફ્રિકા ફેવરીટ તરીકે રહેશે. મેથ્યુસ અને દિનેશ ચાંદીમલ પર સમગ્ર ટીમ આધારિત છે. બીજી બાજુ આફ્રિકાની ટીમ મજબુત ટીમ છે. ડિવિલિયર્સ, અમલા અને પ્લેસીસ જેવા ખેલાડી તેની પાસે રહેલા છે. ડી કોક અને ડેવિડ મિલરની પણ ચાવીરૂપ ભૂમિકા રહી શકે છે. મેચ રોમાંચક બને તેવી શક્યતા છે. ઓવલ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આઇસીસી ચેÂમ્પયન્સ ટ્રોફીની પ્રથમ મેચ હાઇ સ્કોરિંગ બની હતી જેમાં યજમાન ઇંગ્લેન્ડે ૧૬ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ બાંગ્લાદેશ પર આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે છ વિકેટે ૩૦૫ રન કર્યા હતા જેની સામ ઇંગ્લેન્ડે રૂટના અણનમ ૧૩૩, હેલ્સના ૯૫ અને મોર્ગનના અણનમ ૭૫ રનની મદદથી માત્ર બે વિકેટે આ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ આ વખતે ચેÂમ્પયન્સ ટ્રોફીમાં ફેવરીટ ટીમ બનેલી છે. આઇસીસી ચેÂમ્પયન્સ ટ્રોફીની શરૂઆત થયા બાદ ૧૮મી જુન સુધી મેચો ચાલનાર છે. ભારતીય ટીમ વર્તમાન ચેÂમ્પયન તરીકે છે. ભારતીય ટીમ આ ટ્રોફીને જાળવી રાખવાના ઈરાદા સાથે વિરાટ કોહલીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ચેÂમ્પયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૩માં રમાઈ હતી જેમાં ભારતે ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.ચેÂમ્પયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ચેÂમ્પયન્સ ટ્રોફીમાં બે વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેÂમ્પયન્સ ટ્રોફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૩માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી.મેચને લઇને ઇંગ્લેન્ડમાં હાલમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. બન્ને ટીમના સ્ટાર ખેલાડી ધરખમ દેખાવ કરીને તમામ જગ્યાએ છવાઇ જવા માટે તૈયાર છે. બન્ને દેશોના મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો પણ પહોંચી ગયા છે. આ વખતે સ્ટાર ખેલાડી વધારે ખુશ છે.

Related posts

નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છે : વિલાન્ડર

aapnugujarat

Australia squad announced for South Africa tour

aapnugujarat

હત્યા કેસમાં સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર

editor

Leave a Comment

UA-96247877-1