Aapnu Gujarat
ગુજરાત

ભાજપ દ્વારા ક્વાંટ તાલુકાના કડીપાની ગામે આયુર્વેદિક મેડિકલ કેેમ્પ યોજાયો

ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મફત આયુર્વેદિક સારવાર અને નિદાન શિબિરના આયોજનાકરવામાં આવી રહ્યાં છે. ચોમાસામાં ભારે વરસાદી વાતાવરણને લીધે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થવાને લીધે રોગોનું પ્રમાણ વધ્યું છે જેના લીધે ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. કવાંટ તાલુકાના કડીપાની ગામમાં બુધવારે આયુર્વેદિક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ૪૩૫ દર્દીઓએ ભાગ લીધો હતો, આ કેમ્પમાં ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ કરવામાં હતી અને વધુ આવશ્યક તપાસ અને સારવાર માટે વાઘોડિયા ખાતેની ખેમચંદ આયુર્વેદ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.
આ શિબિરમાં છોટા ઉદેપુર લોકસભા બેઠકના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા યુવા ભાજપા પ્રમુખ મુકેશ રાઠવા, તાલુકા ભાજપા મહામંત્રી રમેશ રાઠવા ઉપસ્થિત રહ્યાં હતાં અને મોદી સરકારના વિકાસ કાર્યોની માહિતી, સ્વચ્છતા અંગે જાગૃતતા અને આરોગ્ય લક્ષી માહિતી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં કડીપાની ગામના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, ડોક્ટરોની ટીમ, પારુલ યુનિવર્સીટી સંલગ્ન ખેમચંદ આયુર્વેદ હોસ્પિટલની ટીમ તથા સરપંચ રમેશરાઠવા અને ભાવેશ રાઠવાએ સમગ્ર વ્યવસ્થા-આયોજન કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મન્સુરી, બોડેલી)

Related posts

अहमदाबाद में बढ़े सर्दी-खांसी के मरीज

editor

કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

aapnugujarat

नगरनिगम उप चुनावः भाजपा की ७ में से ५ सीट में भव्य जीत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1