Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું શિહોરી જીઈબીમાં કાંકરેજના ખેડૂતોએ એકઠા થઇ શિહોરી અને ડીસાના કાર્યપાલક ઈજનેર પટેલને વીજ ચેકીંગ બંધ કરવા માટે રજુઆત કરી હતી અને પછી અન્ય મુદ્દાઓ વિષે આવેદનપત્ર આપ્યું હતું, રેલી યોજી મામલતદાર કચેરીમાં પહોંચ્યાં હતાં. કાંકરેજ મામલતદાર એમ. ટી.રાજપુતને પણ આવેદનપત્ર આપ્યું હતું અને બનાસ નદીમાં પાણી છોડવા માટે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જોકે સવારથી સાંજ સુધી અંતે ખેડૂતોએ પોતાની માંગો ઉપર અટલ રહ્યા હતા. જીઈબીના અધિકારીઓએ આવેદનપત્ર લઈ માંગણીઓ સ્વીકારી લીધી હતી ત્યારેખેડૂતોમાંખુશીજોવા મળી હતી. ખેડૂતોને ચોમાસામાં બોર બંધ હોવાથી અત્યારે ચેકીંગ કરવામાં આવે ત્યારે લોડ વધારો આવતો હોવાથી આંદોલનનો માર્ગ ઉપર પોતાની માંગણીઓ સરકાર સામે અને વીજ કંપની સામે મૂકી છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીક્યારે પુરી પાડવામાં આવશે તે જોવું રહ્યં.


(તસવીર / અહેવાલ :- મોહમંદ ઉકાણી, કાંકરેજ)

Related posts

चुनाव के चलते उडनदस्तों ने अब निगरानी शुरु की

aapnugujarat

ઈંગ્લેન્ડ ક્રિકેટ સિરીઝ પહેલાં અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ

editor

અમદાવાદ મ્યુનિની ઓનલાઈન ફરિયાદ માટેની સેવા ઠપ્પ થઈ ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1