Aapnu Gujarat
ગુજરાત

ઈંગ્લેન્ડ ક્રિકેટ સિરીઝ પહેલાં અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ

ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝનો રોમાંચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ત્રીજી પીંક બોલ ટેસ્ટ યોજાવા ગુજરાત તરફ આવી રહ્યો છે. આ મેચ મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ બની રહેશે. ‘સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ’ ‘મોટેરા સ્ટેડિયમ’ તરીકે જાણીતું છે. આગામી પીંક બોલ ટેસ્ટ અને ટી-૨૦ સિરીઝની ઉજવણી કરવા માટે સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા અમદાવાદ શહેરમાં ક્રિકેટના ઉત્સવને જીવંત બનાવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર સ્પોર્ટસે દ્વારા “ક્રિકેટ કા રાસ” થીમ પર અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટના વૉટર સ્પોર્ટસ નજીક ક્રિકેટ કાર્નિવલનું શનિવારના રોજ શરૂઆત કરાઇ છે. આ કાર્નિવલમાં મુલાકાતીઓ રવિવારના રોજ સવારે ૯-૦૦ વાગ્યાથી રાત્રે ૧૦-૦૦ વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે.
આ કાર્નિવલમાં ક્રિકેટ રસિકોને આવકારવા પ્રવેશ દ્વારની કમાનો પર લાલ, ગુલાબી અને વ્હાઈટ કલરના બૉલ્સના કટ-આઉટ લગાવવામાં આવ્યા છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ-મોટેરામાં રમાનારી ક્રિકેટ મેચ ફોર્મેટનું પ્રતિક રજૂ કરે છે. ક્રિકેટ કાર્નિવાલમાં સેલ્ફી પોઈન્ટસ અને ખેલાડીઓના કટ-આઉટ વગેરે મુકવામાં આવ્યા છે. સંગીત અને લાઈટીંગનો સમન્વય કરીને ક્રિકેટ રસીયાઓ “ક્રિકેટ કા રાસ” ની ઉજવણી કરશે. ગુજરાતમાં યોજાનાર ભારત- ઈંગ્લેન્ડ સિરીઝના રોમાંચક એક્શન માટે તૈયાર થઈ જાવ. ભારત- ઈંગ્લેન્ડ સિરીઝ અમદાવાદમાં તા.૨૪ ફેબ્રુઆરીના રોજ બપોરના ૧-૩૦ થી પિન્ક બોલ ટેસ્ટ સાથે શરૂ થશે. એનો રોમાંચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક અને ડિઝની+ હોટસ્ટાર વીઆઈપી ઉપર માણી શકાશે.

Related posts

આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી

aapnugujarat

ગાડુ ગામના દલિત પરિવારોએ હકની જમીન મેળવવા ખેડબ્રહ્મા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યુ

editor

થરામાં ઠાકોર બોર્ડિંગના વિદ્યાર્થીઓને સ્વ. હેડ કોન્સ્ટેબલ નાગજીજીના પરિવારે ભોજન કરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1