Aapnu Gujarat
શિક્ષણ

છોટાઉદેપુરની સી.એન.બક્ષી સાર્વજનિક સ્કૂલનાં વિદ્યાર્થીઓ અલગ – અલગ સ્પર્ધામાં વિજેતા થયા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની તૈયારીના ભાગરુપે છોટાઉદેપુર જિલ્લાની બોડેલી ક્યુડીએસ કક્ષાની શાળાઓમાં ગાંધીજીના જીવન આધારિત સ્પર્ધાઓ શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કુલમાં જેવી કે ચિત્ર, નિબંધ, વકૃત્તવ, રોલ મોડલ, એકપાત્રીય અભિનય, કાવ્ય લેખન, આયોજન થયેલ હતું જેમાં શ્રી સી.એન.બક્ષી સાર્વજનિક વિધાલય,જબુગામમાં પણ શાળા કક્ષાએ શિક્ષક મિત્રો હેમલબેન રાણા, હર્ષિદાબેન ચૌહાણ, પિયુષભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે નાયકા યુવરાજ રણછોડભાઈ, ચિત્ર સ્પર્ધામાં રાઠવા યતીન રાજુભાઈ, વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થઈ સરદાર પટેલ ક્યુડીએસ કક્ષાએ ભાગ લેવા બોડેલી ગયેલ જેમાંથી માધ્યમિક કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાઠવા યતિન રાજુભાઇ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે, જે હવે એસ.વી.એસ કક્ષાએ ભાગ લેવા જશે. શાળાનાં આચાર્ય એન.જે.પંચાલે વિજેતા વિદ્યાર્થી અને તૈયાર કરાવનાર શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટા ઉદેપુર)

Related posts

ધો.૯-૧૧ ગુજરાતી માધ્યમની પ્રયોગપોથીને છાપવાનું ભુલાયું

aapnugujarat

नीट परीक्षा में गुजराती माध्यम के विद्यार्थियों को अन्याय होगा :केन्द्र और राज्य को हाईकोर्ट का नोटिस

aapnugujarat

મિહિરની કમાલ : કોઇ પણ એરો મોડલ બનાવી શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1