Aapnu Gujarat
Uncategorized

સાબરકાંઠા એલ.સી.બી તલોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રણાસણ કંપા રોડ ઉપર સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે પોલીસની ટીમ સતત વૉચમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મુજબ એક સફેદ કલરની એક્સયુવી નંબર પ્લેટ વગરની ગાડી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ગાંભોઈ થઈ રણાસણ બાજુ આવનાર હોય જે બાતમી હકીકત આધારે પોલીસે આવતા જતા વાહનો ઉપર વૉચ રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન સિલ્વર કલરની સ્કોડા ગાડી રોડ પર આવતા સામે બેટરીનું અજવાળું કરી તથા હાથના ઈશારે ગાડી ઊભી રાખી તે જ સમયે નંબર પ્લેટ વગરની ગાડી એક્સયુવી નીકળતા ગાડીની તપાસ કરતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો કુલ મળી રૂ. ૭૫૮૪૦/નો મુદ્દામાલ તથા આ કામમાં વપરાયેલ નંબર પ્લેટ વગરની ગાડી એક્સયુવી કિંમત રૂ.૪.૦૦.૦૦૦ મળી કુલ ટોટલ રૂ.૪.૭૫.૮૪૦/-નો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી (૧) રાહુલ (રહે બાબરી) (૨) નરેશકુમાર નાનજી લાલ કટારા (રહે ઓડ તાલુકો ભિલોડા જીલ્લો સાબરકાંઠા) વિરુદ્ધ તલોદ પોલીસ મથકમાં ધી ગુજરાત પ્રોહીબીશન એક મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

गणेशोत्सव में खुलेआम युवकों की शराब साथ अय्याशी की

aapnugujarat

વિસાવદર નજીક વધુ એક ત્રણ વર્ષના સિંહનું મોત

aapnugujarat

રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ રૂ. બે કરોડથી વધુની રકમની પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂર અપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1