Aapnu Gujarat
ગુજરાત

બોડેલી – રાજપીપળા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય

બોડેલી – રાજપીપળા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વરસાદના કારણે રોડ ધોવાઇ જતા ઠેર ઠેર મસમોટા મોટા ખાડાના સામ્રાજયથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્ર દ્વારા ખાડાઓનું સમારકામ ન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના રોડ વરસાદના કારણે ધોવાઇ જતા રોડ પર મસમોટા ખાડા પડયા છે. બોડેલી – રાજપીપળા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગ રાત – દિવસ વાહનોની અવર જવર થી ધમધમે છે તેમજ અન્ય બોડેલી ઢોકલીયા ચોકડીથી મોડાસર ચોકડી સુધીના રોડ પર પણ ઠેર ઠેર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. રસ્તાઓની હાલત ખુબજ ગંભીર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને અકસ્માતનોભય સતત સતાવી રહ્યો છે અને જો અકસ્માત થશે તો જવાબદાર કોણ ? તે પણ એક મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે. રોડની બિસ્માર હાલતને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓ માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

નવી પાંચ મોબાઈલ પશુવાનનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

editor

માલધારી સમાજની ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માંગ

aapnugujarat

હિં.નગરપાલિકા દ્વારા નવીન ફિટનેસ સેન્ટરના સાધનો શોભાના ગાંઠિયા સમાન

editor

Leave a Comment

UA-96247877-1