Aapnu Gujarat
રમતગમત

છોટાઉદેપુર જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત ખત્રી વિદ્યાલયમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ

આજે અને આવતીકાલે છોટાઉદેપુર જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે યોજાઈ રહી છે જેમાં જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ બહેનોની સ્પર્ધા આજે શરૂ થઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લામાં અંડર ફોર્ટીન અને સેવન ટીન ટીમમાં કવાંટ સંખેડા ઉદેપુર નસવાડી બોડેલી જેતપુર અને દરેક તાલુકાની ટીમો ઓપનમાં પણ બોડેલી અને સંખેડાની ટીમો કુલ ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો છે. લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ આજે વોલીબોલ રમ્યાં હતાં. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારન અભિગમને મહિલા સશક્તિકરણને સાર્થક કરી રહ્યા છે આને ગુજરાત સરકાર આ વિદ્યાર્થીઓ અને રમતવીરોને તેમની રમતને પ્રોત્સાહન આપે છે. પ્રથમ દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સારામાં સારી રકમ ભેટ અર્પણ કરે છે. જિલ્લામાંથી નંબર મેળવનાર વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાએ છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને આ સમગ્ર ખેલ મહાકુંભમાં જિલ્લા રમત ગમત અધિકારી સતત નિગરાની રાખી રહ્યા છે આ કાર્યક્રમનું સફળ સંચાલન ખત્રી વિદ્યાલયના શિક્ષક એ.જે. મેમણ અને શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

સચિન તેંડુલકર અને કપિલ દેવની ખાસ ક્લબમાં સામેલ થયો રવિન્દ્ર જાડેજા

aapnugujarat

ઓસ્ટ્રેલિયન ઓપન : રશિયન ગ્લેમર ગર્લ શારાપોવા આઉટ

aapnugujarat

ક્રિકેટનો હેંગઝોઉ એશિયન ગેમ્સ-૨૦૨૨ના રમત કાર્યક્રમમાં સમાવેશ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1