Aapnu Gujarat
ગુજરાત

ઇડર તાલુકાના ચાંડપ ગામે આઈસીડીએસની આંગણવાડી જર્જરિત હાલતમાં

અત્યારે સૌ ભણે સૌ આગળ વધે નારા સાથે સરકાર આગળ વધી રહી છે પણ ચાંડપ ગામમાં આંગણવાડી નંબર ૧માં સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં બનાવેલી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આંગણવાડી માત્ર ચાર વર્ષ પછી જર્જરિત હાલત થઇ ગયેલ છે. આ આંગણવાડી બનાવ્યા પછી એક વર્ષ પણ નાના ભૂલકાઓ આ આંગણવાડીમાં પ્રવેશ મળ્યો નથી અને આવું તકલાદી કામ કરવાના કારણે આ આંગણવાડી માત્ર ચાર જ વર્ષમાં પૂર્ણ થઇ ગયેલ છે જેની જેવી કહેવાય એવી હાલત થઈ ગયેલ છે. જો સરકાર અત્યારે ઇન્ટરનેટ આંગણવાડીની બહેનોને ટેબ્લેટ આપી રહી છે પણ એમને રહેવા માટે આંગણવાડી સારી ના હોય તો શું કરવાનું. જો સરકાર દ્વારા આ આંગણવાડીઓની તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવે તેમ છે. જો આ ચાંડપ ગામે આ આંગણવાડીની તપાસ કરવામાં આવે તો લાગતા-વળગતા અધિકારીઓની ઘણી પોલ બહાર આવે તેમ છે. આ ગામ લોકોને કહેવું છે કે આ આંગણવાડી બનાવ્યા પછી અમારા ગામના બાળકોને એક વર્ષ પણ આંગણવાડીમાં પ્રવેશ મળ્યો નથી અને આ આંગણવાડીની આવી હાલત થઈ ગયેલ છે અને અત્યારે નાના ભૂલકાઓને પ્રાઇવેટ પાર્ટીના મકાનમાં બેસાડવામાં આવે છે તો અધિકારીઓ દ્વારા કે આઇસીડીએસના અધિકારીઓ દ્વારા આની તપાસ થાય તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ગુજરાત ચૂંટણી : ૭૬ ઉમેદવારનું કોંગ્રેસનું ત્રીજુ લિસ્ટ જાહેર

aapnugujarat

મોદીના કાફલાની તપાસ કરનાર અધિકારીને શા માટે સસ્પેન્ડ કરાયા..? : અહેમદ પટેલ

aapnugujarat

આઈપીએલ સટ્ટાકાંડમાં ઝડપાયેલા જેપી સિંહની ધરપકડ પૂર્વેની મંજૂરી કયાં સુધીમાં લાવશો : ગુજરાત હાઈકોર્ટનો સીબીઆઈને પ્રશ્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1