Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા પોગલુ ખાતે પ્રધાનંત્રી મોદીના જન્મદિને સર્વોપરી નિદાન કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પોગલુ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદના જન્મ દિવસને લઇને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં પોગલુ સહિત આજુબાજુમાંથી ૩૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. પોગલુ વારાહી શક્તિ પીઠ મંદિર ખાતે વડાપ્રધાન મોદીના જન્મ દિવસને લઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષ ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન તથા જાયન્ટસ ગ્રુપ ઓફ પોગલુ , મંગલોદય સેવા પ્રતિષ્ઠાન આયોજિત વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ હોમીયોપેથી સર્વરોગ નિદાન કેમ્પમાં પોગલુ તથા આજુબાજુમાંથી ૩૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સાબરકાંઠા બેંક ના ચેરમેન મહેશ પટેલ , વિપુલ પટેલ , રાજુ પટેલ, પોગલુ સરપંચ રમીલા પટેલ , શામળ પટેલ , પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા સોલંકી, વજેશ ભાવસાર, મિતેશ શાહ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો સોનાસણ સરકારી આયુર્વેદ ર્ડાકટર અંકિતા પરમાર , કરોલ સરકારી આયુર્વેદ ર્ડાકટર નિતીજાદવ, પ્રાંતિજ સરકારી ર્ડાકટર યતિનજોષી, ર્ડાકટર નિલય પટેલ સહિતના ર્ડાકટરો દ્વારા પોતાની સેવાઓ આપવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

આઈટી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પોલિસીમાં સુધારા

aapnugujarat

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલનો વિવાદિત વીડિયો થયો વાયરલ

aapnugujarat

રેલવે પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લૂંટ કરાઈ છે : કોંગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1