Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણી : ૭૬ ઉમેદવારનું કોંગ્રેસનું ત્રીજુ લિસ્ટ જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જોરદાર રાજકીય ગરમી વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ તેની ૭૬ ઉમેદવારોની ત્રીજી યાદી મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા બાદ અનેક જગ્યાએ જોરદાર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરવામાં આવ્યા બાદ સ્થાનિક કાર્યકરો અને લોકોએ દેખાવ કર્યા હતા. કોંગ્રેસે આજે તેની ત્રીજી યાદી જાહેર કરી હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ સ્થાનિક કાર્યકરોમાં અંસતોષનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. કોંગ્રેસે જે ઉમેદવારની યાદી જાહેર કરી છે તેમાં મોટા ભાગે કોંગ્રેસે તેના વફાદારોને પ્રાથમિકતા આપી છે. કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ લોકો નારાજગી વ્યક્ત કરવા જાહેર રસ્તા પર આવી ગયા હતા. બનાસકાઠા અને અન્ય જિલ્લામાં જોરદાર દેકાવો કરવામાં આવી રહ્યા છે. વેજલપુર, ડિસા, રાધનપુર, અકોટા, વાઘોડિયા, સહિતની વિધાનસભા બેઠક પર આજે દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ડેમેજ કન્ટ્રોલની કવાયતમાં પણ લાગી ગયા છે. કોંગ્રેસની ત્રીજી યાદીમાં જે લોકોને ટિકિટ આપવામાં આવી નથી તે લોકોના સ્થાનિક સમર્થકોએ દેખાવો કર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસે છોટા ઉદયપુરમાંથી મોહનસિંહ રાઠવા, બોલસદમાંથી રાજેન્દ્ર પરમાર, દહેગામમાંથી કામીની બા, ધાનેરામાંથી જોઇતા પટેલને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ વેજલપુરમાંથી મિહિર શાહને, ઘાટલોડિયામાંથી શશીકાંત વી પટેલને અને મણિનગરમાંથી સ્વેતા બ્રહ્યભટ્ટને ટિકિટ આપી છે. નિકોલમાંથી ઇન્દ્રવિજયસિંહને ટિકિટ ફાળવવામાં આવી છે. નારાણપુરામાંથી નિતિન કે પટેલને, એલિસબ્રિજમાંથી વિજયદવેને ટિકિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નરોડામાંથી ઓમપ્રકાશ ડી તિવારીને ટિકિટ આપવામાં આવી છે. આવી જ રીતે દરિયાપુરમાંથી ગ્યાસુદ્ધીન શેખને ટિકિટ આપવામાં આવી છે.
દાણિલીમડા એસસી સીટ પરથી કોંગ્રેસે શેલેશ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસ પાર્ટીએ વ્યાપક વિચારણા કર્યા બાદ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કેટલાક વિસ્તારોમાં ફેલાયેલા રોષને શાંત કરવાના પ્રયાસ ટોપ સ્તરે હાથ ધરાયા છે

Related posts

अहमदाबाद में १८ से २१ के दौरान योग कार्यक्रम में पांच लाख से अधिक के आने की संभावना

aapnugujarat

વાયુસેના-મોદીનો ચારેબાજુ જય જયકાર : ખુશીનું મોજુ

aapnugujarat

ગૃહપ્રધાન પ્રદીપસિંહને ગાલનું કેન્સર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1