Aapnu Gujarat
ગુજરાત

વાયુસેના-મોદીનો ચારેબાજુ જય જયકાર : ખુશીનું મોજુ

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે બાર દિવસ પહેલાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ બનેલા ૪૪ સીઆરપીએફ જવાનોનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ બહુ બહાદુરીપૂર્વક અને જોરદાર વીરતા સાથે વહેલી પરોઢે પાકિસ્તાન પર હવાઇ હુમલા કરી સફળતાપૂર્વક સર્જિકલ સ્ટ્રાઇક કરી સેંકડો આંતકવાદી, કમાન્ડર અને આંતકી ટ્રેઇનરોનો ખાત્મો બોલાવી દેવાતાં ભારત, પાકિસ્તાન સહિત દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે, તો બીજીબાજુ, ભારતીય વાયુસેનાના આ બાહોશ, વીરતાભર્યા અને શોર્ય પરાક્રમને લઇ ગુજરાત સહિત દેશભરમાં ચોતરફ જય જયકાર થઇ રહ્યો છે અને દેશનો પ્રત્યેક નાગરિક દિલથી સેનાના જવાનને ગર્વભેર સલામી આપી રહ્યો છે. ભારતીય વાયુસેનાના દિલધડક ઓપરેશન અને બહુ મર્દાનગી સાથેની સફળ સર્જિકલ સ્ટ્રાઇક બદલ સૌકોઇ ભારતીય વાયુસેનાના આ જવાનોને લાખ લાખ અભિનંદન પાઠવી રહ્યા છે તો, આજે વાયુસેનાના આ જવાનોના શોર્ય અને વીરતાની ઉજવણી કરવા માટે અમદાવાદ સહિત ગુજરાતભરમાં અને સમગ્ર દેશભરમાં લોકો રીતસરના માર્ગો પર ઉતરી આવ્યા હતા. દેશભરમાં લોકોમાં એક પ્રકારનો જોરદાર ઉત્સાહ અને જોશનો માહોલ છવાઇ ગયો છે. લોકો જાણે પુલવામાનું દુઃખ ભૂલી ભારતીય સેનાની વીરતાની ગાથા ગાવામાં અને તેની ઉજવણી કરવામાં મગ્ન બન્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં હોળી પહેલા દિવાળીનો માહોલ છવાયો હતો, નાગરિકોને સેનાના શોર્યની ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના તમામ શહેરો અને જિલ્લા-તાલુકા કક્ષાએ સ્થાનિક નાગરિકો જેમાં મહિલા, બાળકો અને યુવાઓ તેમ જ વૃધ્ધો પણ સામેલ હતા, તે તમામ એકસંપ થઇ માર્ગો પર ઉતરી આવ્યા હતા. મોટાભાગના લોકોના હાથમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગો હતો. તો, ઢોલ-નગારા, ત્રાંસા સાથે વિશાળ રેલી નીકાળવામાં આવી હતી તો, સેનાના જવાનોની વીરતા અને શોર્યના માનમાં ગગનભેદી બ્યુગલ પણ ફૂંકવામાં આવ્યા હતા. ચોતરફ ભારતીય વાયુસેનાના વીર જવાનોનો જય જયકાર સંભળાતો હતો. સૌકોઇ ભારતીય સેનાની મર્દાનગી અને તેમની વીરતાને ગર્વભરી સલામી આપતાં નજરે પડતા હતા. સને ૧૯૭૧ બાદ સૌપ્રથમવાર ભારતીય વાયુસેના દ્વારા આટલુ મોટુ ઓપરેશન પાર પડાયુ હોઇ નવી પેઢીમાં જોરદાર ઉત્સાહ, જોમ અને જોશ નજરે પડતા હતા. લોકોએ ફટાકડા ફોડી, દિવડાઓ પ્રગટાવી ધમાકેદાર રીતે ભારતીય વાયુસેનાના શોર્યની ઉજવણી કરી હતી. એટલું જ નહી, લોકોએ પાકિસ્તાનના પૂતળા બાળી તેના રાષ્ટ્રધ્વજને પણ બાળ્યો હતો અને પાકિસ્તાન હાય..હાય…પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ચોતરફ ભારતીય સેનાના માનમાં વિજયોત્સવ મનાવાયો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વાયુસેનાના જવાનોના શોર્યને લઇ ખાસ કાર્યક્રમો યોજાયા હતા. લોકોએ પુલવામાના શહીદ જવાનોનો બદલો લેવા બદલ ભારતીય સેના ખાસ કરીને વાયુસેનાના જવાનો અને દેશની સરકારનો દિલથી આભાર માન્યો હતો.
પુલવામાના હુમલાને આજે ૧૨ દિવસ વીત્યા કે ભારતે એ જ દિવસે પાકિસ્તાન પર હુમલો કરી તેનું બારમુ, તેરમુ અને શોકસભા બધું પૂરું કરી નાંખ્યું. લોકસભાની ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં મોટી શોકસભા યોજાય તેવો માહોલ પેદા કરવાની લોકલાગણીને આખરે ભારતીય સેનાએ સાર્થક કરી બતાવી પાકિસ્તાનના ઘરમાં ૮૦ કિલોમીટર અંદર ઘૂસી તેના આંતકીઓનો સફાયો કરી દુનિયાભરમાં ભારતની તાકાતનો પરચો આપ્યો છે, જે બહુ મોટી, ઐતિહાસિક અને ગર્વભરી વાત કહી શકાય.

Related posts

કેવડિયા ખાતે રાજ્ય ચૂંટણી પંચના વડાઓની ર૮મી અખિલ ભારતીય પરિષદનો ઓ.પી. કોહલીએ કરાવ્યો પ્રારંભ

aapnugujarat

बनासकांठा जिले के गोलागाम गांव की घटना : नाम में ‘सिंह’ लगाने पर दलित दूल्हे पर हुआ हमला

aapnugujarat

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 8 એપ્રિલે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1