Aapnu Gujarat
ગુજરાત

ગૃહપ્રધાન પ્રદીપસિંહને ગાલનું કેન્સર

રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેન્સરની સર્જરી કરવામાં આવી હતી. ગઈકાલે શહેરની એચસીજી હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. પ્રદીપસિંહ જાડેજા પર સફળ ઓપરેશન કર્યા બાદ મેડિકલ બુલેટીનમાં હોસ્પિટલ સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રદીપસિંહને ગાલનું કેન્સર હોવાની જાણ થતાં તેમનું સફળ ઓપરેશન કરાયું છે અને હાલ તેમની તબિયત સારી અને સુધારા પર છે. જો કે, તેમની બાયોપ્સીનો રિપોર્ટ આવતાં હજુ એકાદ સપ્તાહ લાગે તેમ છે એ પછી વધુ સ્પષ્ટ થશે કે, કેન્સર કયા સ્ટેજનું છે. બીજીબાજુ, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રદીપસિંહ જાડેજાની તબિયતના સમાચાર જાણી તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી હતી. મેડિકલ બુલેટીનમાં એ પણ સ્પષ્ટ કરાયું હતું કે, હાલ પ્રદીપસિંહ જાડેજા હોસ્પિટલના આઇસીસીયુ વોર્ડમાં ઓર્બ્ઝર્વેશન હેઠળ છે અને હજુ બીજા ત્રણ દિવસ તેમને આઇસીસીયુમાં રખાશે. તેમની તબિયત સુધારા પર છે. સમયાંતરે તેમની તબિયતનું મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની કેન્સરની સફળ સર્જરી ડો. કૌસ્તુભ પટેલ અને ટીમે કરી હતી. સતત સાત કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું અને ત્યારબાદ તેમને આઇસીસીયુ વોર્ડમાં ખસેડાયા હતા, જયાં તેમની તબિયત સારી હોવાનું જણાવાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, પ્રદીપસિંહ જાડેજા એ અમદાવાદની વટવા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેમણે બીએસસી(કેમેસ્ટ્રી)નો અભ્યાસ કર્યો છે. સને ૧૯૬૨માં જન્મેલા જાડેજા કેમિકલ કન્સલ્ટન્સીનો બિઝનેસ કરે છે. ધારાસભ્ય પહેલા તેઓ ભાજપ યુવા મોરચામાં અગ્રણી અને અમદાવાદના ધારાસભ્ય ઉપરાંત મ્યુનિસપિલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂકયા છે. તદુપરાંત, રાજયની ૧૧મી થી ૧૪મી વિધાનસભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. ગૃહરાજયમંત્રી તરીકે જાડેજાનો અનુભવ બહોળો અને મહત્વનો મનાય છે. ગૃહરાજયમંત્રીની નાદુરસ્ત તબિયતને લઇ હવે ભાજપના અન્ય પ્રધાનો અને નેતાગણમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી હતી અને સૌકોઇ તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

Related posts

આજી નદીના પટમાંથી મળી આવેલું માથું અમદાવાદના ગુમ બાળકનું હોવાની શંકા

aapnugujarat

બોડેલીમાં રોશની યંગ સર્કલ કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

aapnugujarat

શહેરમાં શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફલેગમાર્ચ : ધાર્મિક લાગણી કે વૈમન્સ્ય પેદા કરતી પોસ્ટ મુકનાર સામે પોલીસ કાર્યવાહી કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1