Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફલેગમાર્ચ : ધાર્મિક લાગણી કે વૈમન્સ્ય પેદા કરતી પોસ્ટ મુકનાર સામે પોલીસ કાર્યવાહી કરશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થઇ રહયો છે. આવા સમયે પોરબંદરમાં શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા સોમવારે ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર ધાર્મિક લાગણી કે વૈમન્સ્ય પેદા કરતી પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
ધાર્મિક તહેવારો દરમિયાન અમુક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતિ ડહોળવા અને કોમ-કોમ વચ્ચે વૈમન્સ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયા પર અને શાંતિની ભંગ કરતી પોસ્ટો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહયાં છે. આવી પરિસ્થિતિ અન્ય શહેરોમાં ઉભી થઇ છે. ત્યારે પોરબંદરમાં પોલીસ દ્વારા તકેદારીનાં પગલા લેવામાં આવી રહયાં છે. સોમવારે સાંજનાં સમયે જિલ્લા પોલીસવડા ડો.રવિમોહન સૈનીનાં માર્ગદર્શન હેઠળ સીટી અને ગ્રામ્ય ડિવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનાં પોલીસ વિભાગનાં અધિકારીઓ દ્વારા શહેરનાં વિવિધ વિભાગો દ્વારા ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. પોરબંદર શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વોટસએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર, સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અલગ- અલગ ટીમ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. તમામ નાગરીકો ભાઇચારા સાથે તહેવારની ઉજવણી કરે તેવો અનુરોધ કર્યો છે. અને જે તત્વો ધાર્મિક લાગણી કે વૈમન્સ્ય પેદા કરતી પોસ્ટ ઘ્યાન ઉપર આવે તો અન્ય વ્યકિત કે ગૃપમાં ફોરવર્ડ ન કરવી અને તાત્કાલીક પોલીસ કંટ્રોલનાં વોટસએપ નં.૮૯૮૦૦૦૯૮૧૫ કે ૧૦૦ નંબર ઉપર જાણ કરવા પોલીસે જણાવ્યું છે અને જેમાં વ્યકિતની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોરબંદર શહેરમાં શાંતિનો માહોલ જળવાઇ રહે તે માટે પોલીસ સર્તક બની છે. અને લોકોને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

Related posts

૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ પૈકી ૩૮ ભાજપે જીતી

aapnugujarat

ધ્રાંગધ્રામા કોવીડ ગાઇડલાઇન્સ ઉલ્લંઘન કરતા ટ્યુશન ક્લાસીસ

editor

દુધઇ અને આસપાસના ગામોની ૨૫૦૦૦ની વસતીને દુધઇ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર આર્શિવાદરૂપ થશે : સંસદીય સચિવ વાસણભાઇ આહિર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1