Aapnu Gujarat
ગુજરાત

દિયોદર તાલુકામાં ૨૮૦૦ ગ્રેડ પે ના વિરોધમાં શિક્ષકોએ રેલી કાઢી

આજે દિયોદર તાલુકામાં ૨૦૧૦ અને તે પછીની ભરતી થયેલા શિક્ષકોને પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ પે બાબતે અન્યાય થયેલ હોવાથી દિયોદર તાલુકાના ૨૦૧૦ અને તે પછીની ભરતીના તમામ શિક્ષક મિત્રો અને ૨૦૧૦ પહેલાના શિક્ષકોના સમર્થનથી મોટી સંખ્યામાં ભેગા થઈને ૨૮૦૦ ગ્રેડ પેના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પૂર્ણ થયા બાદ તમામ શિક્ષકોએ આવેદનપત્ર દિયોદર તાલુકા શિક્ષક ઘટક સંઘના પ્રમુખ પોપટજી. કે. ઠાકોરને આપી તેમને થયેલા અન્યાયની રજુઆત આગળ જિલ્લા શિક્ષણ સંઘ અને રાજ્ય શિક્ષણ સંઘ સુધી પહોંચાડવા રજુઆત કરી હતી. ૨૦૧૦ અને તે પછીના શિક્ષકોને ૨૦૧૦ પહેલાની ભરતીના શિક્ષકોનું સમર્થન મળ્યું હતું અને આગળની લડતમાં સાથે રહીને ન્યાય અપાવવા કટીબદ્ધ રહેશે.
શિક્ષકોએ આ પ્રશ્ન અંગે ૧૫ દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ માસ સીએલ, ઉપવાસ અને ધરણા જેવા કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી.


(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

ગુજરાત રાજયનું ગૌરવ : પૂર્વગ દેસાઇ

editor

कांग्रेस के विधायक सिर्फ खाने के समय एकत्र होते है : ७ अगस्त शाम को अहमदाबाद लौटेंगे

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઋણસ્વિકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1