Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રોપર્ટી ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો એ તેનો કાનૂની માલિક : સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક અત્યંત મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે અચલ સંપત્તિ ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો હોય તે જ તેનો કાનૂની માલિક ગણાય, તો પછી સાવધાન થઈ જાવ જો તમારી કોઈ અચલ સંપત્તિ ઉપર કોઈએ કબ્જો જમાવ્યો હોય તો તેને ત્યાંથી હટાવવામાં જરા પણ વિલંબ નહિ કરતા જો તમે તમારી સંપત્તિ પર બીજાના ગેરકાનૂની કબ્જાને પડકારવામાં વિલંબ કરશો તો સંભવ છે કે એ પ્રોપર્ટી કદાચ તમારા હાથમાંથી હંમેશ માટે ચાલી પણ જાય. સુપ્રિમ કોર્ટે આ બારામાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. જે હેઠળ જો વાસ્તવિક કે કાનૂની માલિક પોતાની અચલ સંપત્તિને ગેરકાયદેસરોના કબ્જામાંથી પોતાની પાસે લેવામાં સમય સીમાની અંદર પગલા ન લ્યે તો તેનો માલિકી હક્ક સમાપ્ત થઈ જશે અને એ અચલ સંપત્તિ પર જેણે કબ્જો જમાવ્યો છે તેને જ કાનૂની રીતે માલિકી હક આપી દેવાશે.
જો તમારી અચળ સંપપત્તિ એટલે ઘર, પ્રોપર્ટી કે જમીન પર કોઈએ કબ્જો જમાવી લીધો હોય તો તમારે તેને હટાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ. જો તમે તમારી સંપત્તિ પર બીજાએ ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની વાતને કોર્ટમાં પડકારવામાં મોડું કરશો તો શકય છે કે સંપત્તિ કાયમ માટે તમારા હાથમાંથી સરકી જશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અંતર્ગત જો વાસ્તવિક કે કાયદેસર માલિક અચળ સંપત્તિ પર બીજી વ્યકિતના કબ્જાને પોતાના હસ્તક લેવા માટે અમુક સમય મર્યાદા અંદર કદમ નહિ ઊઠાવે તો તેનો માલિકીનો હક સમાપ્ત થઈ જશે અને એ સંપત્તિ જેણે કબ્જો જમાવ્યો છે તેની થઈ જશે. આટલું જ નહિ, તે વ્યકિતને પ્રોપર્ટી પર કાયદાકીય રીતે બધા જ લાભ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર દબાણને આમાં શામેલ કરવામાં નહિ આવે. એટલે કે સરકારી જમીનને ગેરકાયદેસર પચાવી પાડવાને કાયદાકીય માન્યતા નહિ મળી શકે.

Related posts

કોંગીના વધુ એક ધારાસભ્ય વલ્લભ ધારવીયા ભાજપમાં

aapnugujarat

गांवों में ज्यादा तेजी से घटी महंगाई

aapnugujarat

બેંચમાર્ક ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચી સપાટી ઉપર : ખુશીનું મોજુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1