Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બેંચમાર્ક ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચી સપાટી ઉપર : ખુશીનું મોજુ

શેરબજારમાં આજે તેજી રહી હતી. સેંસેક્સે ઇતિહાસમાં પ્રથમ વખત ૩૪૫૦૦ની સપાટ કુદાવી લીધી હતી. રોકાણકારો આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર કોર્પોરેટ કમાણીના આંકડાને લઇને આશાવાદી બનેલા છે. સાથે સાથે પહેલી ફેબ્રુઆરીના દિવસે જારી કરવામાં આવનાર સામાન્ય બજેટને લઇને પણ આશાવાદી બનેલા છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૭૦ પોઇન્ટ ઉછળીને ૩૪૫૦૩ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯ પોઇન્ટ ઉછળીને ૧૦૬૫૧ની સપાટી પર રહ્યો હતો. કોર્પોરેટ કમાણીના આંકડા વચ્ચે શેરબજારમાં આશા દેખાઇ રહી છે. આ સપ્તાહમાં જ ચાવીરૂપ કોર્પોરેટ કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આવતીકાલે શુક્રવારના દિવસે ઇન્ફોસીસના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. સલીલ પારેખના નેતૃત્વમાં ઇન્ફોસીસ દ્વારા શુક્રવારે ૧૨મી જાન્યુઆરીના દિવસે આંકડા જારી કરવામાં આવનાર છે. તમામ પરિણામ પર કારોબારીઓની નજર કેન્દ્રિત રહેશે. દરમિયાન અપોલો માઇક્રો સિસ્ટમના આઇપીઓ પર નજર કારોબારીની રહેનાર છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીનો આઇપીઓ ૧૦મી જાન્યુઆરીએ ખુલી ચુક્યો છે. કંપની દ્વારા તેના ઓફરિંગ માટે પ્રતિ શેર ૨૭૦-૨૭૫ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. તે ૧૫૬ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ઇસ્યુ મારફતે ઉભા કરવામાં આવનાર રકમનો ઉપયોગ વધારાના વર્કિંગ કેપિટલ અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. રિટેલ ઇન્વેસ્ટચરોને ઇસ્યુ પ્રાઇઝ પર ૧૨ રૂપિયાની છુટછાટ આપવામાં આવનાર છે.કારોબારના અંતે ગઇકાલે બુધવારના દિવસે સેંસેક્સ ૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૪૩૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૦૪૩૨ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૦.૬ ટકા અને ૦.૧ ટકા સુધીનો ઘટાડો થયો હતો.તમામ મહાકાય કંપનીના પરિણામો આશાસ્પદ રહેનાર છે.

Related posts

શેરબજારમાં તેજીનો માહોલ રહે તેવી વકી : આંકડાઓ ઉપર નજર

aapnugujarat

મોદીએ નામ પહેલા હવે ચોકીદાર ઉમેરતા ટોપના લીડરો મોદી માર્ગે

aapnugujarat

મોદી સરકાર અમીર કોર્પોરેટ પર મહેરબાન છે : ચિદમ્બરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1