Aapnu Gujarat
ગુજરાત

કલમ ૩૭૦ દૂર થઈ શકે તો રામ મંદિર પણ સરળતાથી બની શકે : તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ સરકાર દ્વારા રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતશાહ દ્વારા કલમ ૩૭૦ દૂર કરવાનું વિધેયક રજૂ કરવામાં આવ્યું અને ૩૫એ તથા ૩૭૦ની કલમ કાશ્મીરમાંથી દૂર કરવામાં આવી તે નિર્ણયનું સમર્થન કર્યું છે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનશે તે પણ આવકાર્ય ગણાવ્યું હતું.
વધુમાં તોગડિયાએ જણાવ્યું કે, ગુલામનબી આઝાદ યુપીથી સાંસદ બને, એક દેશમાં બે ઝંડા, બે સંવિધાન આ ૩૫-એ અને ૩૭૦ને કારણે હતું. પાકિસ્તાનીઓ જમ્મુમાં આવીને ચૂંટણી લડી શકે, અન્ય કોઈ દેશના ભાગમાંથી કોઈ જઈને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના લડી શકે તે ખોટું હતું. કોમન સિવિલ કોડ લાવવામાં આવશે તેવી આશા, સરકાર ૪ લાખ પંડિતોને ઘરો પાછા અપાવશે. રાજ્યસભમાં બિલ રજૂ કરવા માટે અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. તથા ૩૭૦ દૂર થઈ શકે તો કોમન સિવિલ કોડ અને રામ મંદિર પણ સરળતાથી બની શકે છે. ૩૭૦ દૂર કરવા કરતાં આ પ્રક્રિયાઓ તો ઘણી સરળ છે. તેવું પણ તોગડિયાએ જણાવ્યું હતું.
અમદાવાદ સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે ૭૦ વર્ષ પહેલાં સરદાર પટેલનું અધૂરું રહી ગયેલું કાર્ય આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એ પૂરું કર્યું છે. નહેરુની નીતિ ના કારણે કાશ્મીરમાં આતંક ફેલાયો છે જે હવે બંદ થશે તેના બદલ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નો આભાર માનતા કહ્યું કે આ એક એવો નિર્ણય સરકારએ લીધો છે કે પાકિસ્તાન ને પણ જવાબ મળી ગયો કે ભારત એક દેશ છે એને કોઈ તોડી નહીં શકે.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : રાહુલ ગાંધી

aapnugujarat

राज्य में आतंकवादियों द्वारा लोन वुल्फ अटेक की दहशत

aapnugujarat

ગાંધીનગર ખાતે રિઝલ્ટ પ્રોસેસીંગ સેન્ટરના મકાનનો શિલાન્યાસ શિક્ષણ મંત્રી ચુડાસમાના હસ્તે કરાયું

editor

Leave a Comment

UA-96247877-1