Aapnu Gujarat
રમતગમત

કાશ્મીરમાં પણ આપણો તિરંગો લહેરાશે : ગંભીર

મોદી સરકાર અને બીજેપીએ તેમના ચૂંટણી ઢંઢેરાના સૌથી મહત્વના વાયદાને પૂર્ણ કરતા જમ્મુ-કાશ્મીથી કલમ ૩૭૦ને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરાકરની આ જાહેરાત બાદ દેશભરમાં અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોએ સરકારના આ મહત્વના નિર્ણયનું સ્વાગત કર્યું છે જ્યારે કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. જોકે ઘાટીમાં તણાવની સ્થિતી છે.
આ વચ્ચે હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સરકારના ઐતિહાસિક નિર્ણયને ખુશીથી સ્વીકારી એક ટ્‌વીટ કરી છે. ગંભીરે ટ્‌વીટમાં લખ્યું કે,‘જે કોઈ ના કરી શક્યું એ અમે કરી બતાવ્યું. કાશ્મીરમાં પણ આપણો તિરંગો લહરાવ્યો છે.’ ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને હટાવી મોદી સરકારે તમામ અટકળો અને અફવાહો પર વિરામ લગાવ્યો છે.
આ ઐતિહાસિક નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વેંચવામાં આવશે. જ્યારે જમ્મુ-કાશ્મીરની સાથે લદ્દાખ પણ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. આ રીતે હવે લદ્દાખ જમ્મુ-કાશ્મીરથી અલગ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. જોકે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.

Related posts

रोनाल्डो के वकीलों ने यौन उत्पीड़न मामले में पैसे देने की बात कबूली

aapnugujarat

भारत-पाक सीरीज, एशेज सीरीज से बड़ी : मुश्ताक

aapnugujarat

આજે હૈદરાબાદ-ચૈન્નઈ વચ્ચે પ્રથમ ક્વૉલિફાયર મેચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1