Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કલમ-૩૭૦ સમાપ્ત : પોલિટીકલ એક્ટિવિસ્ટ શેહલા રશીદ સુપ્રિમમાં પડકારશે

કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ અનુચ્છેદ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે. પ્રસ્તાવ અનુસાર, જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવશે. તેમાં જમ્મુ કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે, જ્યારે લદ્દાખ બીજો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છે. શાહના નિર્ણય વિશે કાશ્મીરી પોલિટીકલ એક્ટિવિસ્ટ શેહલા રશીદે કહ્યું કે, અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. સરકારને ગવર્નર માની લેવા અને સંવિધાન સભાની જગ્યા વિધાનસભાને રાખવાનો નિર્ણય સંવિધાન સાથે છેતરપિંડી છે. તમામ પ્રગતિશીલ તાકાતો એકજૂથ થઈને લડાઈ લડશે. અમે દિલ્હી અને બેંગ્લોરમાં વિરોધ પ્રદર્શન કરીશું.
આ સાથે જ શેહલા રશીદે બીજા એક ટિ્‌વટ દ્વારા માહિતી આપી છે કે, તે બપોરે ૩.૦૦ વાગ્યે દિલ્હીના જંતર-મંતર અને સાંજે ૫.૩૦ વાગ્યે બેંગ્લોરના ટાઉનહોલમાં જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ને હટાવવાના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કરશે.

Related posts

चंद्रयान २ : राष्ट्रपति, PM समेत कई नेता गर्व जताते हुए बोले हम इसरो के साथ

aapnugujarat

૨૦૧૮-૧૯નું બજેટ લોકપ્રિય નહીં રહે

aapnugujarat

यूपी राज्यसभा चुनाव में भी बिगड़ सकता है बीजेपी का खेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1